September 11, 2026
ગુજરાત

ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ભાવનગર: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર ખાતે વિવિધ સેવાકીય કાર્યો અને લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચિત્રા સ્થિત મસ્તરામ બાપા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ વિકાસલક્ષી અને લોકઉપયોગી કાર્યોના લોકાર્પણ કાર્યક્રમો પણ યોજાયા હતા.

કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ), મેયર ઉષાબેન તલરેજા, પૂર્વ શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, બનાસકાંઠાના પ્રભારી ધવલભાઈ દવે સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત શહેર મહામંત્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ વોર્ડના પ્રભારીઓ, શહેર મોરચા-સેલના હોદ્દેદારો, વિવિધ મંડળોના પ્રમુખ-મહામંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારો તેમજ ભાવનગર મહાનગરના અન્ય હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ ઉપયોગી કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

Ahmedabad Samay

સ્‍માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્‍સમા હશે તો પણ તેને ડિસ્‍કનેકશન કરવામાં આવશે નહિ.

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

અમદાવાદમાં રખડતા ઢોર મામલે એક વર્ષમાં 251 એફઆઈઆર નોંધવામાં આવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય નેટવર્કના ગોકુલ પ્રકરણનું સફળ પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો