અમદાવાદ: જવાહર બાલ મંચ (JBM)ના ગુજરાત પ્રદેશના ચેરમેન જગદીશ રાજપુરોહિતે અમદાવાદની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ત્યાં સારવાર લઈ રહેલા થેલેસેમિયા પીડિત બાળકો સાથે મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય અને સારવારની વિગતવાર માહિતી મેળવી હતી.
જગદીશ રાજપુરોહિતે થેલેસેમિયાની સારવાર લઈ રહેલા બાળકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે બાળકોની તબિયત, સારવાર દરમિયાન આપવામાં આવતી તબીબી સુવિધાઓ તેમજ તેમની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંચાલન સાથે ચર્ચા
મુલાકાત દરમિયાન જવાહર બાલ મંચના ગુજરાત ચેરમેને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં થેલેસેમિયા પીડિત બાળકોના કલ્યાણ, તેમના સર્જનાત્મક વિકાસ અને જરૂરી તબીબી સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ‘Know Your Blood’ અભિયાન અંગે પણ ચર્ચા થઈ હતી. થેલેસેમિયા પીડિત દર્દીઓને સુરક્ષિત અને સમયસર રક્ત ઉપલબ્ધ થાય તે માટે લેવામાં આવતા પગલાં તથા રક્તદાન અંગે જાગૃતિ વધારવાના પ્રયાસો વિશે માહિતી મેળવવામાં આવી હતી.
રક્તદાન અને ‘Know Your Blood’ અંગે જાગૃતિ પર ભાર
જગદીશ રાજપુરોહિતની આ મુલાકાતનો હેતુ થેલેસેમિયા પીડિત બાળકોને મોરલ સપોર્ટ આપવાનો તેમજ સમાજમાં રક્તદાન અ
