માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરા જીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા
માહી ગ્રુપના સભ્યો મિત્રોના જન્મદિવસની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે શ્રી માહી ચેરીટેબલ ટ્રસ્ટના ખજાનચી અમિતભાઈ ઠકરારના લાડકા દીકરા જીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા હતા જેમાં માહી ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાક, તેમજ બાળકોને નાસ્તાનું વિતરણ, તેમજ માહી ગ્રુપ અને ગોપનાથ મંદિરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરની જાહેર જનતા માટે કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ જેમાં હાથ પગ ગોઠણ કોણી ગરદન એડી ના દુઃખાવા સાઇટીકા મણકાની તકલીફ પેટ ના દર્દો પડખાનો દુખાવો પેચોટીની તકલીફ શરીરમા કોઇ નસ દબાતી હોય ,હાથ પગ મા ખાલી ચડતી હોય,માથાનો દુખાવો-માઇગ્રેન, થાઇરોડ વગેરે રોગોની સારવાર આપવામાં આવી હતી જેનો પોરબંદરની જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો
ઉપરોક્ત સેવાકાર્યોનું આયોજન ઠકરાર પરિવારના સહયોગથી કરવામાં આવેલ આ સેવાકાર્યોમાં માહી ગ્રુપ ના પ્રમુખ કમલભાઈ ગોસલીયા, ટ્રસ્ટી અશોકભાઈ ભાદ્રેચા, ખજાનચી સોશિયલ મીડિયા અધ્યક્ષ રાજભાઈ અગ્રાવત, સભ્ય હરેન્દ્રભાઇ હાડા, હાર્દિકભાઈ લુક્કા, કારાભાઈ પાંડવ, રમેશભાઈ મસાણી, મોહનભાઈ ઓડેદરા, પરાગભાઈ લાખાણી, ધનંજયભાઈ ઓઝા, જયેશભાઈ પાઉ, ભરતભાઈ ભટ્ટ, દેવભાઈ ગોસલીયા, હરીશભાઇ, વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો અને દીકરા જીલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી