September 21, 2026
Other

કેમ્પ સદર બજારના વાલ્મિકી વાસમાં ભવ્ય મહા આરતી, ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ

અમદાવાદ: કેમ્પ સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારના વાલ્મિકી વાસ ખાતે ગણેશ મહોત્સવ અંતર્ગત ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપાના જયઘોષ સાથે યોજાયેલી મહા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.

આ મંગલમય પ્રસંગે ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણી, AMC ચેરમેન ડિમ્પલ વરિંદાની, કાઉન્સિલર મંજુલાબેન ઠાકોર, વોર્ડ પ્રમુખ મનીષ સાધનાની, મનીષ જાધવ (લાલાભાઈ)સહિત ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહેમાનો અને ભક્તોએ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની મહા આરતી ઉતારી ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે વિસ્તારના નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ગણેશ મહોત્સવ નિમિત્તે યોજાયેલી આ મહા આરતીમાં સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌએ **‘ગણપતિ બાપા મોરિયા’**ના જયઘોષ સાથે ગણેશજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Related posts

અમદાવાદ  શહેરના 28 P.I.ની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી

Ahmedabad Samay

કારગિલ વિજય દિવસની ઐતિહાસિક ગાથા

Ahmedabad Samay

શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો નોંધણી નહી કરાવે

Ahmedabad Samay

લોકસભા બેઠક રાજકોટ અપડેટ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા.

Ahmedabad Samay

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો