અમદાવાદ: શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીનું હાર્ટ એટેકના કારણે દુઃખદ નિધન થયું છે. ફરજ દરમિયાન અચાનક તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કર્મીના અચાનક અવસાનના સમાચારથી ઓઢવ પોલીસ સ્ટેશન સહિત સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. સાથી કર્મચારીઓ અને પરિચિતોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.
દિવંગત પોલીસ કર્મીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ કપરી પરિસ્થિતિમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
