રાઈઝીંગ ઈન્ડીયા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વોકલ ફોર લોકલ અભિયાન ને સમર્થન આપવા ૬૫૦ થી વધુ પરિવારોને રાહતદરે સ્વદેશી કીટ વિતરણ કરેલ. નાની મોટી સ્વદેશી કંપની નો સંપર્ક કરી તેઓની વસ્તુઓ નો પ્રચાર પ્રસાર થાય તે માટે પ્રયત્ન કરેલ જેમાં ૬૫૦ પરિવારોએ આપડા રૂપિયા આપડા લોકો પાસે જ રહે તેવા ઉમદા ભાવથી ખુબજ સારો સહયોગ આપેલ. આ કાર્યમાં રાઈઝિંગ ઈન્ડીયા ના પ્રમુખ હર્ષિલભાઈ શાહ, અંકીતભાઈ દાવડા, અશ્વિનભાઈ પુજારા, રવિભાઈ સુરાણી, રોહિતભાઈ ખોલીયા, દશરથસિંહ રાણા, ધવલભાઈ રાઠોડ, પરાગ લોલારીયા, પુર્વીશ વડગામા, મીતેશભાઇ પીઠવા, સોહમ પ્રજાપતિ, વિરાટ સોની, ભાગ્યેશ શાહ વિગેરે જોડાયેલ હતા.