January 20, 2025
ગુજરાત

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રીને મેટ્રો કોર્ટનું તેડું! સમન્સ પાઠવ્યું, વધુ સુનાવણી 20 મેના રોજ થશે!

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ થઈ છે, જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, મેટ્રો કોર્ટે તેજસ્વી યાદવને નિયમ 202 અંતર્ગત સમન્સ પાઠવ્યું છે. આ કેસની વધુ સુનાવણી હવે 20 મેના રોજ હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, 20 મેના રોજ તેજસ્વી યાદવ અને અરજદારે પૂરાવા સાથે હાજર રહેવું પડી શકે છે. જણાવી દઈએ કે, આ મામલે અગાઉ નરોડામાં રહેતા, સામાજિક કાર્યકર અને ફરિયાદી હરેશ મહેતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. સાથે ફરિયાદ દ્વારા તેજસ્વી યાદવના વીડિયોની સીડી, પેન ડ્રાઈવ અને સર્ટિફિકેટ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

શું છે મામલો?

મીડિયા રિપોર્ટ અનુસાર, તેજસ્વી યાદવ સામે આરોપ છે કે તેમણે સભાન અવસ્થામાં ગુજરાતીઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે તેજસ્વી યાદવ એક નેતા અને જવાબદાર વ્યક્તિ છે. તેમના થકી આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી. સાથે જ તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે. સૂત્રો મુજબ, તેજસ્વી યાદવે PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આજે આ દેશમાં ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. બની શકે છે કે ઠગને માફ કરવામાં આવે. એલઆઈસીના રૂપિયા, બેંકના રૂપિયા આપી દો પછી તેઓ લઈને ભાગી જશે તો કોણ જવાબદાર જશે. જણાવી દઈએ કે, CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. આ દરોડા માટે તેમણે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.

Related posts

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો