August 8, 2026
ફૂડ ફોર યુ

આજે બનાવો કંઈક હટકે મેક્સિકન રાઈસ

મેક્સિકન રાઈસ

સામગ્રી:ચોખા,રાજમા,તેલ,લાલ મરચું,સીમલા,ડુંગળી,લસણ, કોબીજ,ટામેટા,લીલી ડુંગળી,મકાઈ,ટોમેટો કેચપ,ચીલીફલેક્સ,ઓરેગાનો, મીઠું,મરી પાઉડર,

રીત: ચોખાને છુટાં પડે તે રીતે ઓસાવી લો.રાજમાને ૬-૮ કલાક પલાળી બાફીલો.લસણને ઝીણું કરીલો.ટામેટાને ક્રશ કરી પ્યૂરી બનાવો.શાકભાજી ને નાના-નાના ટુકડામાં કાપીલો.મકાઈને બાફીલો. હવે એક વાસણ મા તેલ લઈ ધીમા તાપે લસણ સાતળી લઈ તેમાં ડુંગળી નાખો થોડી બદામી થાય પછી તેમાં ક્રશ કરેલા ટામેટા નાખો તે સેકાઈ જાય પછી સીમલા,કોબીજ,લીલી ડુંગળી,મકાઈ દાણા નાખો,તેમાં જરૂર મુજબ મીઠું, ચીલીફલેક્સ, ઓરેગાનો,મરી પાઉડર,લાલ મરચું થોડો ટોમેટો કેચપ,બાફેલા રાજમા નાખી થોડું પાણી નાખી બરાબર સીઝવા દો.બાદ તેમાં બાફેલા રાઈસ નાખી બરાબર મિક્ષ કરી લો.અને ઉપરથી લીલી ડુંગળી નાખીને ગરમા ગરમ સર્વ કરો

ટીપ્સ.

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(રાજમા નાના-મોટા કોઈપણ ચાલે)(તેમાં સીમલા બધા કલર ના પણ ચાલે)(આ રાઈસમાં થોડી તીખાશ રાખવી ટેસ્ટી લાગશે)

Related posts

આજે પેશ છે આપની મનપસંદ રગડા પેટીસ

Ahmedabad Samay

ઠાકોર સાહેબની સ્પેશિયલ ડીસ “રોટી કોન ચાટ”

Ahmedabad Samay

હવે લોકડાઉનમાં ઘરેજ બનાવો બાળકોના મનપસંદ વાઇટ સોસ પાસ્તા

Ahmedabad Samay

શું તમે જાણો છો કે તમારી થાળીમાં પીરસાતી આ સાદી દાળનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને શાહી ઠાઠ ધરાવતો છે?

Ahmedabad Samay

ઘરે બનાવો મજેદાર ગરમા ગરમ મગદાળ ના ચીલ્લા

Ahmedabad Samay

પંજાબી વાનગી મિસ કરો છો? તો આજે બનાવો ” પંજાબી રાજમાં ગ્રેવી”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો