August 7, 2026
ગુજરાત

રાજ્યમાં માસ્ક પહેરવું ફરજીયાત, માસ્કન પહેરવા પર હવે પોલીસ દંડ કરશે

રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ રાજ્ય સરકારે ફરજિયાત બનાવેલો છે. માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર ને બદલે પોલીસ કમિશનર તેમજ  જિલ્લા પોલીસ  વડા ને તેમના તાબા હેઠળના વિસ્તારોમાં સોંપવામાં આવીછે.

રાજ્યના ગૃહ વિભાગે આ અંગેનું વિધિવત જાહેરનામું પણ જારી કર્યું  છે. કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ-૧૯૮૭ જાહેરનામાથી રાજયમાં ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-૨૦૨૦ લાગુ કરવામાં આવેલ છે. આ રોગના સંક્રમણને આગળ વધતો કે ટકાવવા  સામાજીક અંતર અને મોઢ માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવેલ છે. માસ્ક ન પહેરવા થી વાતચીત દરમિયાન કે શ્વાસોશ્વાસ, છીંક, ઉધરસ ના સમયે વાયરસ વધુ માત્રામાં ફેલાય છે.

કોવિડ-૧૯ની મહામારીના સંક્રમણને રોકવા ઘરની બહાર નિકળતા અચૂક માસ્ક પહેરવાની સરકારશ્રીની સુચનાઓ અમલમાં છે અને માસ્ક ન પહેરનાર  વ્યક્તિ પાસેથી દંડવસૂલવાનો રહેછે. આ દંડ વસૂલવાની કાર્યવાહી હાલ મ્યુનિસિપલ કમિશનર,કલેકટર,નગરપાલિકા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા વસુલવામાં  આવે છે તેને બદલે હવેથી આ દંડ વસૂલવાની કાર્યવાહી પોલીસ કમિશ્નરશ્રી અને જિલ્લા પોલીસ વડાએ તેમના હકૂમત હેઠળનાવિસ્તારમાં કરવાની રહેશે.

Related posts

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

Ahmedabad Samay

ગુજરાત HC એ ક્રૂરતાની FIR રદ્દ કરી, છૂટાછેડા પછી દાખલ કરવામાં આવી હતી અરજી

Ahmedabad Samay

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીના ઘટાડાની શક્યતા

Ahmedabad Samay

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો