August 8, 2026
દેશ

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ,

એક ભારતીય ઓફિસર સહિત ૩ જવાનો શહીદ,

 ચીનના કેટલાક સૈનિકો પણ મર્યા,

ચીનનું જુઠાણુ… ભારતીય સૈનિકોએ સીમા પાર કરી

છેલ્લા થોડાક સમયથી બંને દેશો વચ્ચે નક્કી થયું હતું કે ચીનની સેના ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪, ૧૫, ૧૭એ થી પાછળ હટશે. ચીન સેના શ્યોક નદી અને ગલવાન  નદીની નજીક આવી હતી. ધીરે ધીરે પાછળ પણ હટી રહી હતી. કાલે નિર્ણય થયો હતો કે ચીની સેના સંપૂર્ણ રીતે પાછળ હટશે. બંને દેશોના આર્મીના અધિકારીના  નિર્ણય બાદ  જ્યારે ચીની સેનાએ પાછળ હટવાનો ઇન્કાર કર્યો હતો ત્યારબાદ હિંસક ઝપાઝપી થઇ.

ભારત અને ચીનની સરહદે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ઘર્ષણ વચ્ચે ફરી એકવાર LAC પર ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ સર્જાયું છે.  ગાલવાન ઘાટીમાં ડી-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગઈકાલે રાત્રે હિંસક અથડામણનો સામનો સેનાએ કરવો પડ્યો હતો. આ ઘટનામાં ૨ સૈનિક સહિત એક ઓફિસર શહિદ થયા છે. આ મામલે બંને પક્ષના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થળ પર બેઠક કરી રહ્યા છે.

જ્યારે ચીનને પણ જવાબી કાર્યવાહીમાં  પાંચ સૈનિકો ગુમાવ્યા હતા, લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણમાં બંને તરફ નુકસાનના અહેવાલો છે. ભારતીય સેનાના ત્રણ જવાનોની શહીદીના અહેવાલો મળી રહ્યા છે. આ અથડામણમાં ચીનના પાંચ સૈનિકના મોત થયા છે. જેને સ્ટ્રેચર પર લઇને જતા જોવા મળ્યા. હાલમાં ચીનને કેટલું નુકસાન  થયું તેના  પર કોઇ વધુ અહેવાલ મળ્યા નથી. એવું જાણવા મળે છે કે ચીનના ૧૧ સૈનિકો પણ ઘાયલ થયા છે.

LAC પર હિંસક અથડામણ બાદ સરકાર એકશન મોડમાં છે, રાજનાથે સૈન્યનના ત્રણેય વડાઓને બોલાવ્યા,  LAC પરની ગઇકાલની ઘટના બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં છે, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહિત સેનાની ત્રણેય પાંખના વડાઓને બોલાવી બેઠક યોજી સ્થિતિની  સમીક્ષા કરી, બેઠકમાં વિદેશ  મંત્રી જયશંકર પણ હાજર રહ્યા હતા.

લડાખ સરહદે ચીન સાથેની અથડામણમાં શહીદ થયેલા પંજાબ રેજિમેન્ટના કર્નલ સંતોષ બાબુ

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રી સાથેના મીટીંગ બાદ મળી શકે સારા સમાચાર

Ahmedabad Samay

તીરંદાજ દીપિકા કુમારીએ ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

Ahmedabad Samay

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay

હિજાબ મામલે કોર્ટે આપ્યો ચુકાદો,સ્‍કુલ યુનિફોર્મ લાગુ થવો એ યોગ્‍ય છે, જેના પર વિદ્યાર્થી મનાઇ કરી શકે નહિ

Ahmedabad Samay

મોદી સરકારની મોટી જીત,લોકસભામાં વક્‍ફ સંશોધન બિલ પસાર, વક્‍ફ બિલ સંશોધનના પક્ષમાં ૨૮૮ મત પડ્‍યા હતા અને વિરોધમાં ૨૩૨ મત પડ્‍યા, જાણો વકફ બોર્ડની સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

ગોવાના નાઇટ ક્લબમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 25 લોકોના કરૂણ મોત થયાની દુઃખદ ઘટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો