નંબર એક તીરંદાજ દીપિકા કુમારીએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન રશિયન ઓલમ્પિક સમિતિની સેનિયા પેરોવોને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે.
પાંચ સેટ બાદ સ્કોર ૫-૫થી બરાબરી પર હતો. દીપિકાએ દબાણનો મજબૂતીથી સામનો કર્યો અને શૂટ ઓફમાં પરફેકટ ૧૦ સ્કોર કર્યો અને રિયો ઓલમ્પિકની ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતાને હરાવી હતી.
તીરના શૂટ ઓફમાં શરૂઆત કરતાં રશિયન તીરંદાજ સાત જ સ્કોર કરી શકી. જ્યારે દીપિકાએ દસ સ્કોર કરીને મેચ ૬-૫થી જીતી. ત્રીજી વખત ઓલમ્પિક રમી રહેલી દીપિકા ઓલમ્પિક તીરંદાજી ઇવેન્ટના અંતિમ આઠમાં પહોંચનારી પહેલી ભારતીય તીરંદાજ બની ગઈ છે.
આ ઉપરાંત ભારતીય તીરંદાજ અતુન દાસ પણ પ્રી કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. અતનુ દાસે બીજા ચરણની ખૂબ રોમાંચક મેચમાં બે વારના ઓલમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાના ઓ જિન્હયેકને શૂટ ઓફમાં હરાવ્યો હતો