September 22, 2026
ગુજરાત

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

કેન્દ્ર સરકારે અનલોક-૨ની જાહેરાત સાથે કેટલીક છુટછાટો આપ્યા બાદ ગુજરાત સરકારે પણ વેપાર – ધંધાને પ્રોત્સાહન મળે તે હેતુથી કેટલીક છૂટછાટો જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આવતીકાલથી દુકાને રાત્રે ૮ સુધી તો રેસ્ટોરન્ટ ૯ સુધી ખુલ્લા રહી શકશે.

દુકાન ધારકોને ૧ કલાકની જ્યારે રેસ્ટોરન્ટ માલિકોને ૨ કલાકની વધુ છુટ આપવામાં આવી છે. કર્ફયુમાં પણ ૧ કલાકની રાહત આપવામાં આવી છે. હવે ૯ને બદલે રાત્રે ૧૦થી સવારે ૫ સુધી કર્ફયુ ચાલુ રહેશે. મર્યાદિત સંખ્યામાં ડોમેસ્ટિક એરલાઈન્સ અને પેસેન્જર ટ્રેન્સને પરવાનગી અપાઈ છે.

સ્કૂલો, કોલેજો તેમજ કોચિંગ કલાસ પરનો પ્રતિબંધ યથાવત રહ્યો છે. આ ઉપરાંત, જુલાઈનો આખો મહિનો આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ બંધ રહેશે. સરકારે જેમને મંજૂરી આપી હોય તેવા ખાસ કિસ્સામાં જ આંતરરાષ્ટ્રીય ફલાઈટને મંજૂરી અપાશે

Related posts

નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના માનસિકત્રાસથી આપઘાત કર્યો

Ahmedabad Samay

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

Ahmedabad Samay

અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ

Ahmedabad Samay

SPS સિક્યુરિટી કમ્પનીમાં આવી મોટી ભરતી, જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડજો

Ahmedabad Samay

અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો