September 8, 2024
ગુજરાત

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

રાજ્યમાં આજે અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં વાળદછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે અમદાવાદમાં શનિવારે રાતે મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે હવે આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, ભાવનગર, આણંદ અને અમરેલીમાં વરસાદ 

મળતી માહિતી મુજબ, રાજ્યમાં વરસાદી ટર્ફ પસાર થતા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. બનાસકાંઠા, ભાવનગર, આણંદ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતાઓ સર્જાઈ રહી છે. દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં 7 અને 8 જૂનના રોજ ગરમીનું યલો એલર્ટ

બીજી તરફ અમદાવાદમાં 7 અને 8 જૂનના રોજ ગરમીનું યલો એલર્ટ છે. જ્યારે વિવિધ જિલ્લાઓમાં 7થી 11 જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. મીડિયા અહેવાલ મુજબ, 5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આથી 7 -11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Related posts

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં લાગી આગ

Ahmedabad Samay

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

AMC પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ રુટ પરના દબાણો દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો

Ahmedabad Samay

સુરતની સેશન્સ કોર્ટમાંથી રાહુલ ગાંધીને ફરી ઝટકો, રાહત માટે હાઈકોર્ટ પહોંચી શકે છે

Ahmedabad Samay

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો