August 7, 2026
અપરાધગુજરાત

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

ઓઢવ વિસ્તારના  બિલેશ્વર એસ્ટેટમાં ફેકટરી ધરાવતા રાકેશ તિવારી સાંજના સમયે આંગડિયા પેઢીમાંથી ૦૫ લાખ લઇ ટુવ્હીલર પર જઇ રહ્યા હતા. તે દરમિયાન વિરાટનગર પાસે બાઈક પર આવેલા બે શકશોએ રૂપિયા ભરેલી બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા આસપાસના પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી.

આ બનાવ દરમિયાન નરોડા પોલીસની ટીમ પેટ્રલિંગમાં હતી તે સમયે દેવનંદન સંકલ્પ સિટી ટીપી રોડની બાજુમાં અંધારામાં બે શખ્સો કંઇક કરી રહ્યાં હતા. જેથી પોલીસને શંકા જતા ત્યાં પહોંચી ત્યારે બન્ને શખ્સ ભાગવા જતા પોલીસે દોડી એકને ઝડપી લીધો હતો. અને તેની પાસેથી ૦૫ લાખ રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા આરોપીઓએ સાંજે જ ઓઢવમાં પાંચ લાખની લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી.

આ મામલે પોલીસે ઉત્કર્ષ ડાંગીને ઝડપી લઇ ઓઢવ પોલીસને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમીક પૂછપરછ દરમ્યાન આરોપી  ઉત્કર્ષનું કહેવું છે કે ઓઢવમાં લૂંટ કર્યા બાદ પૈસા વેચવા અંધારામાં ભેગા થયા હતા. પરંતુ ત્યારે જ પોલીસ આવી ગઇ અને લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ એક વેપારીની દિવાળી બગાડનાર લૂંટારું ટોળકીના સાગરીત ને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Related posts

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

નરોડામાં ગત રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત

Ahmedabad Samay

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

મીની લોકડાઉનમાં નાના વેપારીઓની કનફોડી હાલત, શુ નાના વૈપાર થી જ કોરોના થાય છે?

Ahmedabad Samay

અમદાવાદ – આજથી ગાંધીગ્રામ ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 3 મહિના લંબાવાઈ

Ahmedabad Samay

જો જો ગાઈડલાઈન ભંગ કરવામાં ઉત્તરાયણ બગડે નહિ, ગાઈડલાઈન એક વાર જરૂર વાંચજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો