November 6, 2026
અપરાધગુજરાત

સેટેલાઇટમાં ચાલુ કારમાંથી પિસ્ટલ કાઢી લોકોને ડરાવતા સાહીલ ભરવાડ અને હરદેવની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી,

અમદાવાદના સેટેલાઈટના ઈસ્કોન બ્રિજ પર ચાલુ કારે પિસ્ટલ કાઢી લોકોને ડરાવનાર શખ્સનો વીડિયો થતા સેટેલાઇટ અને ક્રાઈમબ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે રિવોલ્વર લઈ ફરતા શખ્સ સાહીલ જીતેન્દ્ર મેવાડા (ભરવાડ)ને અને તેના સાથીદાર હરદેવસિંહ વાળાને ઝડપી લીધા હતાઇસ્કોનબ્રિજ પર વરના કારમાં સવાર શખ્સ હાથમાં પિસ્ટલ રાખી લોકોમાં ભયનો માહોલ સર્જી રહ્યાનો વીડિયો વાયરલ થયો હતો.

આ વીડિયોને પગલે પોલીસે તપાસ હાથધરી હતી. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.પી.રોજીયા, પીએસઆઈ આઈ.એસ.રબારી અને એસ.બી.દેસાઈએ સ્ટાફને તપાસ દરમિયાન બાતમી મળતા, વીડીયોમાં દેખાતો શખ્સ સાહીલ ભરવાડ તેની પાસે ગેરકાયદે હથિયાર રાખી પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકોને ડરાવી રહ્યો છે. હાલમાં તે એસજી હાઇવે થલતેજ ચાર રસ્તા પાસે હાજર છે

બાઉંતમીના આધારે પોલીસે 21 વર્ષીય સાહીલ ઉર્ફ સોહીલ જીતેન્દ્ર મેવાડા (ભરવાડ) ની ધરપકડ કરી હતી. સાહીલ પાસેથી પોલીસે રૂ.3 લાખની કિંમતની કાર અને રૂ.5 હજારની પિસ્ટલ કબ્જે કરી લીધી હતી. સાહિલ કર્ણાવતી કલબ પાસે ખેતલાઆપા ટી સ્ટોલ ધરાવે છે જ્યારે તેનો મિત્ર હરદેવસિંહ દેવીસિંહ વાળા ડાબી’સ કોફી બાર ચલાવે છે. ત્રણ મહિના અગાઉ  રૂ.5 હજારમાં પિસ્ટલ ખરીદી હતી.

તપાસમાં માલુમ પડ્યું કે વીડિયો ની પિસ્તોલ નકલી છે,

પોલીસે સાહિલને ઝડપી લઈ પિસ્તોલ અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, વીડિયોમાં દર્શાવેલી પિસ્તોલ રેપ્લિકા છે. વાસ્તવમાં તે લાઈટર છે, આ રેપ્લિકા  અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા હરદેવ વાળાએ આપી હતી.

ક્રાઈમ બ્રાંચે સાહિલ ભરવાડ અને હરદેવ વાળા સામે પિસ્તોલની રેપ્લિકા રાખવા તેમજ પ્રદર્શિત કરવા બદલ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

Related posts

ઓસ્ટ્રેલિયામાં રોહિત પટેલ અને તેમના મિત્રો દ્વારા ઉજવવામાં આવી ધુળેટી

Ahmedabad Samay

AMC દ્વારા વહીવટી વિભાગને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ, સફળ ન થનારને વિદ્યાર્થીઓને આપ્યો આ મેસેજ

Ahmedabad Samay

સ્કાય ડાઇનિંગની મજા માણો હવે ગુજરાતના રાજકોટમાં

Ahmedabad Samay

અમદાવાદ – જીવરાજ પાર્ક અવધ આર્કેટમાં લાગી આગ, 4 લોકોનું રેસ્ક્યુ, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો