અમદાવાદમાં જીવરરાજ પાર્ક વિસ્તારમાં આગની ઘટના બનતા 4 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે. જીવરાજના વ્યસ્ત રોડ પર અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગતા અત્યારે ધૂમાડાના ગોટેગોટા બહાર આવી રહ્યા છે. જેથી ફાયર વિભાગ માટે પણ ઝડપી આગ પર કાબૂ મેળવવો થોડું મુશ્કેલ બની રહ્યું છે. સતત ઉપરના માળથી આગના ધૂમાડા બહાર નિકળી રહ્યા છે.
લિફ્ટમાં આ આગ લાગી હતી. ત્યારે ફાયરની 10 જેટલા ગાડીઓ પહોંચી હતી અને ફસાયેલા લોકોનું હાઈડ્રોલિક સિડીના માધ્યથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલ પ્રમાણે જાનમાલને કોઈ હાની નથી પહોંચી. સુરક્ષાના હેતુસર આખી બિલ્ડીંગને કોર્ડન કરીને બિલ્ડીંગને ખાલી કરવાની પ્રક્રીયા ચાલી રહી છે.
બીજી તરફ આગ ઓલવવી મુશ્કેલ પણ સાબિત થઈ છે. આગ કંટ્રોલમાં આવ્યા પછી ખ્યાલ આવશે કે, કયા કારણોથી આગ લાગી છે. 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને જ્યાં આગ લાગી હતી ત્યાંના અન્ય લોકો નીચે આવી ચૂક્યા છે. રેસ્ક્યુ કર્યા બાદ પણ અતિશય ઘુમાડો જોવા મળ્યો હતો. દૂર સુધી ધૂમાડાના ગોટા જોવા મળ્યો હતો. અગાઉ એક ટીમ અંદર મોકલાઈ હતી ત્યારે ત્યાં ફાયરના જવાનો દ્વારા સમગ્ર આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા.
રાજસ્થાન હોસ્પિટલમાં જે રીતે ઘટના સર્જાઈ હતી તે રીતેટ અંડર ગ્રાઉન્ડ બેઝમેન્ટના સામાન હતો ત્યારે પાર્કીંગમાં કોઈ અન્ય સામાન ન હોવો જોઈએ નહીંતર આગ વધુ વિકરાળ બની શકે છે.