અમદાવાદના સેટેલાઈટના ઈસ્કોન બ્રિજ પર ચાલુ કારે પિસ્ટલ કાઢી લોકોને ડરાવનાર શખ્સનો વીડિયો થતા સેટેલાઇટ અને ક્રાઈમબ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે રિવોલ્વર લઈ ફરતા શખ્સ સાહીલ જીતેન્દ્ર મેવાડા (ભરવાડ)ને અને તેના સાથીદાર હરદેવસિંહ વાળાને ઝડપી લીધા હતાઇસ્કોનબ્રિજ પર વરના કારમાં સવાર શખ્સ હાથમાં પિસ્ટલ રાખી લોકોમાં ભયનો માહોલ સર્જી રહ્યાનો વીડિયો વાયરલ થયો હતો.
આ વીડિયોને પગલે પોલીસે તપાસ હાથધરી હતી. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.પી.રોજીયા, પીએસઆઈ આઈ.એસ.રબારી અને એસ.બી.દેસાઈએ સ્ટાફને તપાસ દરમિયાન બાતમી મળતા, વીડીયોમાં દેખાતો શખ્સ સાહીલ ભરવાડ તેની પાસે ગેરકાયદે હથિયાર રાખી પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકોને ડરાવી રહ્યો છે. હાલમાં તે એસજી હાઇવે થલતેજ ચાર રસ્તા પાસે હાજર છે
બાઉંતમીના આધારે પોલીસે 21 વર્ષીય સાહીલ ઉર્ફ સોહીલ જીતેન્દ્ર મેવાડા (ભરવાડ) ની ધરપકડ કરી હતી. સાહીલ પાસેથી પોલીસે રૂ.3 લાખની કિંમતની કાર અને રૂ.5 હજારની પિસ્ટલ કબ્જે કરી લીધી હતી. સાહિલ કર્ણાવતી કલબ પાસે ખેતલાઆપા ટી સ્ટોલ ધરાવે છે જ્યારે તેનો મિત્ર હરદેવસિંહ દેવીસિંહ વાળા ડાબી’સ કોફી બાર ચલાવે છે. ત્રણ મહિના અગાઉ રૂ.5 હજારમાં પિસ્ટલ ખરીદી હતી.
તપાસમાં માલુમ પડ્યું કે વીડિયો ની પિસ્તોલ નકલી છે,
પોલીસે સાહિલને ઝડપી લઈ પિસ્તોલ અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, વીડિયોમાં દર્શાવેલી પિસ્તોલ રેપ્લિકા છે. વાસ્તવમાં તે લાઈટર છે, આ રેપ્લિકા અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા હરદેવ વાળાએ આપી હતી.
ક્રાઈમ બ્રાંચે સાહિલ ભરવાડ અને હરદેવ વાળા સામે પિસ્તોલની રેપ્લિકા રાખવા તેમજ પ્રદર્શિત કરવા બદલ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.