November 6, 2026
ગુજરાત

સોલા સિવિલ હોસ્પિટલમા વેક્સીન લેવા આવનારા સ્વંયસેવકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમા  ભારત બાયોટેકની વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે હવે વેક્સીન લેવા આવનારા સ્વંયસેવકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોજ 30 જેટલા સ્વંયસેવકોને રસી આપવામાં આવી રહી છે. આંકડા મુજબ, અત્યાર સુધી અંદાજે 80 જેટલા વોલિયન્ટર્સ વેક્સીન લઈ ચૂક્યા છે.

સંખ્યા વધતા સોલા સિવિલમાં વેક્સીનની ટ્રાયલનો સમય અને દિવસો પણ  વધારવામાં આવ્યા છે. હવેથી સોમવારથી રવિવાર સુધી સવારે 10 વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી વેક્સીન આપવામાં આવશે. ખાસ કરીને નોકરી કરતા વોલેન્ટિયર વધારે આવતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સોમથી શુક્રવાર દરમિયાન સાવરે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યાનો સમય હતો. જે હવે બદલવામાં આવ્યો છે. કોરોના વેક્સીન લેનારા વોલિન્ટિયર્સને હજુ સુધી કોઈ આડ અસર થઇ નથી. વેક્સીનનો પહેલો ડોઝ આપવાની કામગીરી ચાલી  રહી છે. હજી સુધી કોઈને પણ આની આડ અસર થઈ નથી.

Related posts

હાર્દિક પટેલ પાક્કો પોલિટીસીયન નીકળ્યો, આખરે ભાજપમાં જોડાયો

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીઓના થયેલા શંકાસ્પદ મોતનો મામલો હવે ગંભીર વળાંક પર

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો