અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે.
અમદાવાદ કે ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે.
ACBએ પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ કાન્તીભાઇ મકવાણાને 1 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે, અસલાલીથી કમોડ જવાના રોડ પર એસીબીએ ઓપરેશન પાર પાડયું હોવાની વાત સામે આવી છે.
પોલીસ કોન્સ્ટેબલે ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલ ફરિયાદી પાસે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરી હતી
