February 10, 2025
દેશ

એમડીએચ મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું આજરોજ સવારે થયું નિધન

એમડીએચ મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું ગુરૂવાર સવારે નિધન થયું છે. સવારે લગભગ ૫.૩૮ વાગ્યે મહાશય ધર્મપાલ ગુલાટીએ અંતિમ શ્વાસ લીધા. મહાશય ધર્મપાલ ગુલાટી ૯૮ વર્ષના હતા. થોડા દિવસો પહેલા તેઓ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા પરંતુ બાદમાં તેઓ સંક્રમણ મુકત થઈ ગયા હતા.  ગયા વર્ષે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહાશય ધર્મપાલ ગુલાટી વર્ષોથી એમડીએચ મસાલાની જાહેરાતોમાં જોવા મળતા હતા. ધર્મપાલ ગુલાટીના પિતાએ પાકિસ્તાનના સિયાલકોટમાં વર્ષ ૧૯૨૨માં એક નાની દુકાનથી આ સફરની શરૂઆત કરી હતી. દેશના ભાગલા બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો. એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે દિલ્હી આવ્યા બાદ સંઘર્ષના સમયમાં ધર્મપાલ ગુલાટીએ ઘોડાગાડી પણ ખરીદી હતી. જેનાથી તેઓ સવારીને લાવવા અને લઈ જવાનું કામ કરતા હતા.  ૧૯૫૩માં તેઓએ ચાંદની ચોકમાં એક દુકાન લીધી, જેનું નમ ‘મહાશયાં દી હટ્ટી’ રાખ્યું. ત્યારથી આ દુકાન MDHના નામથી જાણીતી બની. ધીમે ધીમે ધર્મપાલ ગુલાટીના મસાલા લોકોને એટલા પસંદ આવવા લાગ્યા કે તેમના મસાલાની નિકાસ દુનિયાભરમાં થવા લાગી. વર્ષ ૨૦૧૭માં તેઓએ ભારતમાં કોઈ પણ FMCG કંપનીના સૌથી વધુ ચૂકવનારા CEO પણ જાહેર કરવામાં આવ્યા હતા.

Related posts

વધતા જતા પ્રદૂષણના કારણે દિલ્હીમાં લોકડાઉન

Ahmedabad Samay

રક્ષા મંત્રી રાજનાથ સિંહના એલઓસી પાર કરવાના નિવેદનથી ભડક્યું પાકિસ્તાન, આપી આ પ્રતિક્રિયા

Ahmedabad Samay

પરિવહન અને એર કન્ડિશનમાં કોરોના થવાની ૩૦૦ ગણા સંભાવના:જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી

Ahmedabad Samay

રિકાઉન્ટમાં દીદી ૧૨૦૦ મતથી વિજય

Ahmedabad Samay

“સાઈના”નું ડિજિટલ પ્રીમિયર ૨૩ એપ્રિલે થશે

Ahmedabad Samay

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો