August 8, 2026
ગુજરાત

લવ જેહાદ મામલે વડોદરાના સાંસદ પણ યુવતીને સમજાવવા માટે મેદાને પડ્યા

વડોદરામાં યુવતીનું ધર્મ પરિવર્તન કરીને વિધર્મી યુવાને લગ્ન કરતા વિવાદ ઉભો થયો છે જેને લઇને વડોદરાના સાંસદ પણ યુવતીને સમજાવવા માટે મેદાને પડ્યા છે. તો ડભોઈના ધારાસભ્યએ ગુજરાત સરકાર પણ લવ-જેહાદનો કાયદો બનાવે તેવી માટે માંગણી કરી હતી

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ વડોદરા સહિત ગુજરાતમાં વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓને અટકાવવા માટે લવ જેહાદ અંગે કાયદો બનાવવા માટે વડાપ્રધનાને પત્ર લખ્યો છે. લવ-જેહાદના બનતા બનાવોને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ ઉત્તરપ્રદેશ સરકારની જેમ લવ જેહાદનો કાયદો બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરતો પત્ર ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, લગ્ન રજિસ્ટર થયા બાદ 6 માસની મુદ્દત અને માતા-પિતાની સહમતિ લેવી જરૂરી છે. ઉત્તરપ્રદેશ સરકારે લવ-જેહાદને રોકવા માટે કાયદો બનાવ્યો હતો. ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાત સરકાર પણ લવ-જેહાદનો કાયદો બનાવે તેવી માટે માંગણી કરી હતી.

દિલ્હીથી આવીને તરત સાંસદ રંજન બેન ભટ્ટે યુવતીની મુલાકાત કરી હતી અને યુવતીને પોતાનો નિર્ણય પાછો લેવા સમજાવ્યું હતું. સાંસદનું કહેવું છે કે, ગુજરાત અને દેશમાં જે રીતે લવ જેહાદ અથવા વિધર્મી યુવાનો દ્વારા યુવતીઓને ફસાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધી રહ્યા છે. તે અંગે તેઓ વડાપ્રધાનને રજૂઆત કરશે અને ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો જરૂરી છે તેવું તેઓ પોતે પણ માની રહ્યા છે.

Related posts

ગાંધીનગર: બીજેપી પ્રદેશ સંગઠનની ચર્ચા વચ્ચે CM અને સી.આર. પાટીલનો ગુજરાત પ્રવાસ, જાણો શું છે રણનીતિ?

admin

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

Ahmedabad Samay

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરોધ કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો