31 ડિસેમ્બર આવનાર હોય અને દારૂની પાર્ટી ન હોય એવું ન બને, 31 ડિસેમ્બરે આવતા વિદેશી દારૂની ડિમાન્ડ વધવા લાગે છે અને બુટલેગરો પણ ગમેતે કરીને અમદાવાદમાં જુદા જુદા રીતે પોલીસને ગુમરાહ કરી વિદેશી દારૂ લાવતા હોય છે, જે કારણે પોલીસ 31 ડિસેમ્બર આવતા સતર્ક થઇ જાય છે અને રાત્રીના સમયે સઘન ચેકીંગ ચાલુ કરતા હોય છે. સરદારનગર પોલીસ દ્વારા એક બાતમીના આધારે સઘન ચેકીંગ ચલાવ્યું હતું.
જેમાં કુબેરનગરમાં રેલ્વે ક્રોસિંગ પાસે આવેલ આઝાદ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગ પ્રા. લી પાસે રેઇડ કરતા ૫૭ જેટલી ૭૧.૬૪૦કિંમત ની વિદેશી દારૂ ઝડપાઇ છે. તમામે તમામ વિદેશી દારૂનો મુદ્દા માલ કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો હોવાનું માલુમ પડ્યું છે જે અંગે ગુન્હો નોંધી સરદારનગર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી પર કાનૂન પોતાનો સકનજો મજબૂત બનાવી રાખી સજા આપશે કે પછી વહીવટ થઇ જશે.