October 6, 2024
દેશ

હવે સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર નહીં, ભારતમાં દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્નો સિટી બનાવવાની યોજના

ભારતે હિમાલય સુધી પહોંચવા માટે ઝડપથી રસ્તાઓ અને ટનલ બનાવી છે. હવે આ પ્રોજેકટને પર્યટન સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારતમાં દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્નો સિટી બનાવવાની યોજના છે.

જમ્મુ-કાશ્મીરના કારગિલમાં આવતા  જોજિલા પાસ   પર્વત પર વર્ષના નવ મહિના સુધી જઈ પણ નથી શકાતું, જયારે તે બરફની જાડા ચાદરથી ઢંકાયેલ હોય ત્યારે ત્યાં જવાનું વિચારવું પણ અઘરું બની જાય છે.  જો કે, દરેક વ્યકિત બરફની આ દિવાલો વચ્ચેથી પસાર થવાની અને સફેદ પર્વત શિખરો જોવાની ઇચ્છા રાખે છે. દરેક વ્યકિત પ્રકૃતિના આ અદ્રશ્ય સ્વરૂપને જોવા માંગે છે.

અત્યાર સુધી લોકો તેમનો આ શોખ બોલિવૂડ ફિલ્મો કે કાશ્મીર અને ઉત્ત્।રાખંડ જેવા રાજયોમાં જઈને પૂરા કરતા હોય છે, પરંતુ હવે આ પ્રકારના મુસાફરો માટે કેન્દ્ર સરકાર વધુ એક સારું પર્યટન સ્થળ બનાવવાની યોજનાઅ પર વિચાર કરી રહી છે. કારગિલના ઝોજિલા પાસથી લેહ જોડ મોર સુધીના ૧૯ કિલોમીટરના અંતરે બરફનું એક શહેર સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.

આ શહેર એવી જગ્યાએ હશે જયાં ઠંડીમાં ત્રણથી ચાર મીટર સુધી બરફ હોય. અહીં સ્વિસ એન્જિનિયરની મદદથી શહેર સ્થાપવાની યોજના છે, જે ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગાર આપશે અને વિશ્વભરમાંથી પર્યટકોને આકર્ષિત કરશે. હિમાલયની ૨૪૧૦ કિલોમીટર લાંબી પર્વતમાળા છે, જેનો મોટો ભાગ મોટાભાગના લોકો માટે અદ્રશ્ય છે અને આ અદ્રશ્ય ભાગનો એક ભાગ સ્વિટ્ઝર્લન્ડના દાવોસની તુલનાએ વિકસિત કરવાનો નિર્ણય ભારત સરકારે લીધો છે.

Related posts

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

Ahmedabad Samay

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

આ માહિતી અચૂક લોકો સુધી પહોંચાડો,જાણો બ્લેક ફંગસ ઈન્ફેકશનની તમામ માહિતી,સાવચેતી અને લક્ષણો

Ahmedabad Samay

પતિના મૃત્યુ બાદ પૂર્ણ લગ્ન કરવાથી પૂર્વ પતિના સંપત્તિમાં હવે કોઇ હક્ક નહિ રહે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો