August 13, 2026
અપરાધગુજરાત

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂ.1.45 કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો

અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસને  બાતમી મળી હતી કે,  પ્લેટફોર્મ નંબર 5 પર દિલ્હીથી અમદાવાદ આવતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચ એ/3માં એક પેસેન્જર નકલી ઇન્ડિયન કરન્સી લઈને આવી રહ્યો છે.

બાતમી મુજબ પોલીસ ટીમો વોચમાં ગોઠવાઈ ગઈ હતી. તે દરમિયાન સવારે 9-15 વાગ્યે રાજધાની એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી રહેતા એ/3 કોચમાંથી બાતમી મુજબનો યુવક ટ્રોલી લઈ બહાર આવતા પોલીસ કોર્ડન કર્યું

પોલીસ તપાસમાં યુવકનું નામ વિકાસ નરેન્દ્ર શર્મા (ઉં,31) રહે, તાનાજીનગર, અજમેર,રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વિકાસ પાસેની ટ્રોલી બેગ ખોલી જોતા તેમાંથી 7240 નંગ રૂ.2 હજારના દરની નોટો રૂ.1,44,800,00ની મળી આવી હતી. જે તમામ નોટ એફએસએલ અધિકારીએ ચેક કરતા અસલી નોટની ઝેરોક્ષ હોવાની ખુલ્યું હતું. મોટાભાગની ચલણી નોટના સિરિયલ નંબર સરખા તેમજ કાગળ હલકી ગુણવત્તાનો હતો.

પોલીસે વિકાસની આ ચલણી નોટ બાબતે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, આ નોટો તેને રાજસ્થાનના જોધપુરના રહેવાસી હંસરાજ ભોલારામ લૌહારે આપી હતી. લૌહારે તેને નોટો આપી ટ્રેનમાં અમદાવાદ પહોંચવાનું જણાવી પોતે ફલાઈટમાં સાંજે અમદાવાદ પહોંચી આ નોટ કલેક્ટ કરી લેશે તેમ જણાવ્યું હતું.

  • કાલુપુર પશ્ચિમ રેલ્વે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વિકાસ શર્માને અટક કરી કોવિડ ટેસ્ટ માટે સેમ્પલ મોકલ્યું હતું. પોલીસે વિકાસ પાસેથી 1,44,800,00ની નકલી ઇન્ડિયન કરન્સી ઉપરાંત રૂ.1880ની રોકડ રકમ, રૂ.15 હજારનું લેપટોપ, રૂ.3 હજારનો મોબાઈલ ફોન, લેપટોપ ચાર્જર, પ્રિન્ટર કેબલ, માઉસ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એક્સીસ બેંકના ડેબિટ કાર્ડ, પણ કાર્ડ, પે કાર્ડ, ટ્રોલી અને લેપટોપ બેગ મળી રૂ.21,080નો બીજો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
    રેલ્વે પોલીસે ફરાર આરોપી લૌહારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલો રાજસ્થાની યુવક વિકાસ શર્મા ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ગાર્ડન શહેર એપાર્ટમેન્ટમાં કેટલાક સમયથી રહેતો હતો. કલોલમાં તેના સંપર્કો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Related posts

દેશમાં મોંઘવારીએ જબરો વિકાસ કર્યો, મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું

Ahmedabad Samay

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે હિયા ફાઉન્ડેશન ની ટીમ મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

૪ મે બાદ અનેક જિલ્લામાં રાહત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો