April 25, 2024
ગુજરાતદેશ

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

૦૯/૦૯/૨૦૧૯ માં સુપ્રીમ કોર્ટના ચુકાદા આવ્યા બાદ ભારત સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામનું ટ્રસ્ટ બનાવ્યું જેમાં દેશના અગ્રણી લોકોનો સમાવેશ થાય છે જેમાં દેશના અનેક સંતો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં સંતોનો આહવાન હતું કે છેલ્લા 34 વર્ષથી હિન્દૂ સમાજ આ આંદોલન ચલાવે છે માટે આ મંદિર બનાવવાની જવાબદારી પણ હિન્દુઓની હોવી જોઈએ એટલે સંતોના આ આહવાન થી દરેક હિન્દુઓના ઘરે ઘરે જઈને જન ભાગીદારી આ મંદિર બનાવવામાં આવે તે માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ બનાવવા માં આવી છે, જેમાં આખા ભારત દેશના કુલ છ લાખ જેટલા ગામડાઓમાં ફરીને સમ્પર્ક કરીને જેટલું બને તેટલું ભંડોળ એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે તે સંકલ્પ પૂર્ણ કરવા આ સમિતિ પૂર્ણ પ્રયત્ન કરશે.

ભારતનો દરેક નાગરિક કહી શકે કે આ મંદિરમાં મારી પણ ભાગીદારી છે તે માટે દરેક હિન્દુના ઘરે ઘરે થી ભંડોળ એકત્રિત કરાશે, જિલ્લા સ્તરે તાલુકા સ્તરે અને દરેક ગામની અંદર નાની નાની સમિતિઓ બનવવામાં આવી છે આ સમિતિઓ દ્વારા ૧૦રૂપિયા થી ૧૦૦ રૂપિયા સુધી કે તેથી વધુ યથા શક્તિ પ્રમાણે દાન લેવામાં આવશે અને પ્રભુ શ્રી રામના મંદિરનું ભવ્ય નિર્માણ થાય તેમાં યોગદાન કરવામાં આવશે.

Related posts

શિવરાજપુર બીચ ખાતે સી.એમ. રૂપાણીએ મુલાકાત લીધી

Ahmedabad Samay

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા.

Ahmedabad Samay

WHOનો ધડાકો… કોરોના વાયરસના બીજા અને અત્યંત ઘાતક તબક્કામાં આપણે પહોંચી ચુકયા છીએ

Ahmedabad Samay

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

Ahmedabad Samay

ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ ત્રણ કલાક સુધી ચાલી. અંદાજે ૫૫ જેટલા સવાલો પૂછાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો