કૉમેડીયન ભારતીસિંહની શનિવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ગાંજો લેવાના ગુનામાં ધરપકડ કરી હતી. જે બાદ તેના પતિ હર્ષ લિમ્બાચિયાની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. જે બાદ આજે ભારતી અને હર્ષને અહીંની કિલા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સુનાવણીના અંતે કોર્ટે તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે
ભારતી અને હર્ષે પોતાના તરફથી જામીન માટે અરજી કરી દીધી છે. જેની સુનાવણી સોમવારે થશે. ભારતી અને હર્ષ સાથે જે બે ડ્રગ્સ પેડલરોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડ્રગ્સ લેવા મામલે કોમેડિયન ભારતી સિંહનું નામ સામે આવતા સૌ ચોંકી ઉઠ્યાં છે