September 22, 2026
ગુજરાત

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

દેશમાં કોરોનાના અંતનો હવે પ્રારંભ થયો છે. આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ભારતના રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આજે દેશભરમાં ઉભા કરવામાં આવેલા ૩૦૦૦થી વધુ કેન્દ્રો ખાતે ૩ લાખ જેટલા સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. સીરમ ઇન્સ્ટીટયૂટ દ્વારા વિકસીત ‘કોવિશીલ્ડ’ અને ભારત બાયોટેક દ્વારા વિકસિત ‘કોવેકસીન’ કે જે અત્યંત સુરક્ષિત છે તે મહામારી માટે સૌથી મહત્વની છે તે આપવામાં આવી રહી છે.

આજથી વેકિસનેશન ડ્રાઇવની શરૂઆત થઇ રહી છે. આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે.સૌથી પહેલા એક કરોડ ૬૦ લાખ કર્મચારીઓને રસી લાગશે જે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા છે. તેમાં ૫૧ લાખ ૮૨ હજારથી વધુ હેલ્થ વર્કર, ૪ લાખ ૩૧ હજારથી વધુ સુરક્ષાકર્મી, ૧ કરોડથી વધુ સોશિયલ વર્કર્સ અને ૧ લાખ ૫ હજારથી વધુ પોસ્ટલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ સામેલ છે.

 

રસીકરણ અભિયાન માટે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૩૦૦૬ વેકિસનેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. પહેલા દિવસે આશરે ૩ લાખ હેલ્થ વર્કરોને વેકિસન આપવામાં આવશે. એટલે કે પ્રથમ દિવસે તમામ સેન્ટર પર ૧૦૦ લાભાર્થીઓને રસી લગાવવામાં આવશે. રસીકરણનો સમય સવારે ૯થી સાંજે પાંચ કલાક સુધીનો છે.

કોવિડ-૧૯ મહામારી, વેકિસન રોલઆુટ અને Co-win સોફટવેર સંબંધિત સવાલો માટે ૨૪*૭ કોલ સેન્ટર- ૧૦૭૫ પણ સ્થાપિત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર તરફથી જારી દિશાનિર્દેશો પ્રમાણે કોરોના વેકિસન હાલ ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને લગાવવામાં આવશે.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, કો-વિન એપ હેઠળ ૮૦ લાખ લાભાર્થીઓનું પહેલા રજીસ્ટ્રેશન થઈ ચુકયું છે. પરંતુ એપ દ્વારા કોઈ રજીસ્ટ્રેશન કરી શકે નહીં. માત્ર અધિકારીઓ આ એપને એકસેસ કરી શકે છે. સામાન્ય લોકો માટે રજીસ્ટ્રેશન કરાવવા ચાર અલગ-અલગ મોડ્યૂલ બનાવવામાં આવ્યા છે.

કોવિડ-૧૯ રસી લવાવવા માટે કોવિડ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન ફરજીયાત છે. કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન વેકિસન લગાવવા માટે એક ફોટો આઈડી પ્રૂફની સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ વેકિસનની ઉપલબ્ધતા અને પ્રાથમિકતાના આધાર પર રસીકરણનો ક્રાયક્રમ બનાવવામાં આવશે. પછી તેમને મેસેજ મોકલીને જણાવવામાં આવશે કે વેકિસનકયારે અને કયાં લગાવાની છે.

Related posts

આસ્થા ફાઉન્ડેશન દ્વારા દીકરીઓને બ્યુટીપાર્લ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

Ahmedabad Samay

NIRFમાં ગુજરાત યુનિવર્સિટીનું રેન્કિંગ ઘટ્યું, ટોપ 10માં કોઈ યુનિવર્સિટી નહીં, જાણો રાજ્યની યુનિવર્સિટીઓના રેન્ક

Ahmedabad Samay

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

Ahmedabad Samay

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો