અમારી ‘સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા દશેરા નિમિત્તે અંકુર ચાર રસ્તા સર્કલ, અંકુર કોમ્પ્લેક્સ પાસે, કામેશ્વર મંદિર પાસે, નારણપુરા ખાતે અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે “દશેરા સ્પેશ્યલ : રાવણ દહન અને સુર્પણખા નાક કાપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું,
આ દશેરા તહેવાર પર રાવણ દહન અને સુર્પણખા નાક કાપવાનો કાર્યક્રમમાં આપણે મહિલા તરફી કાયદાના દુરુપયોગના સંદર્ભના ફ્લેક્ષ બેનર્સ, NCRBના ડેટાની માહિતી વાળા પોસ્ટર તેમજ સુર્પણખાનું નાક કાપવાનો કાર્યક્રમ કર્યો. ત્યારબાદ રાવણ દહન અને મોડર્ન કલયુગી સુર્પણખાનું દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. હાલમાં સંખ્યામાં અત્યાચારી-અસંસ્કારી મહિલાઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરીને સમાજમાં કાનૂની આતંકવાદ ફેલાવી સેંકડો નિર્દોષ પુરુષો અને અનેકો વૃદ્ધ માતા-પિતાઓને જૂઠા કેસોમાં ફસાવે છે અને સમાજમાં નકારાત્મકતાનો માહોલ ઉભો કરે છે તે સંદર્ભે સમાજને સચેત કરી – જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે અંકુર ચાર રસસ્તા પાસે રેલી કાઢીને કાર્યક્રમ કરવામાં કર્યો.
આ કાર્યક્રમમાં અમારી સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. “રાવણ- સુર્પણખા દહન”ના કાર્યક્રમમાં અમને જાહેર જનતા તરફથી અભૂતપૂર્વ સાથ-સહકાર મળ્યો હતો. જે બદલ સંસ્થા તેમનો હૃદયથી આભાર માને છે.