August 13, 2026
અપરાધગુજરાત

યુવતી પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ

નવરંગપુરા પીઆઇ આર.જે.ચુડાસમાની મોબાઈલ વાન 1માં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઇશ્વરસિંહ સહિતના સ્ટાફના માણસોએ એચ.એલ.કોલેજ રોડ પર યુવકને માસ્કના દંડ મામલે પકડ્યો હતો. યુવકે રકઝક કરતા પોલીસે તેણે મોબાઈલ વાનમાં બેસાડ્યો હતો. તે સમયે યુવતીએ પોલીસને રોકવા બુમાબુમ કરતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઈશ્વરસિંહએ યુવતીને બે લાફા મારી દીધા હતા

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં બોલતા શખ્સે દાવો કર્યો હતો કે, યુવક દંડ ભરવા તૈયાર હતો છતાં પોલીસે આ કૃત્ય કર્યું અને યુવતીને લાફા માર્યા હતા.

ઝોન 1 ડીસીપી ડૉ. રવિન્દ્ર પટેલએ આ અંગે જણાવ્યું હતું કે, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાનું મારા ધ્યાન પર આવ્યું હતું. જેમાં યુવતીને પોલીસ જવાન લાફા મારી રહ્યો છે. આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરનાર હેડ કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  આ અંગે વધુ તપાસ હાથધરવામાં આવી છે.

Related posts

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

Ahmedabad Samay

બ્રિટનના પીએમ બોરિસ જહોન્‍સન ૨૧ એપ્રિલેભારતના પ્રવાસે આવી રહ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો