પોલીસ ડ્રાઈવમાં જોખમી રીતે વાહનો હંકારતા તેમજ દારુ પીને વાહનો ચલાવનાર સામે કાર્યવાહી કરતા 24 કલાકમાં 192 કેસો નોંધ્યા છે. ગમખ્વાર રીતે બેદરકારીથી વાહનો ચલાવતા 119 પકડાયા છે તથ્યના અકસ્માત બાદ પોલીસ સફાળી જાગી છે અને આ મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
અમદાવાદમાં તથ્યએ ગમખ્વાર રીતે બેદરકારી પૂર્વક સ્પીડમાં વાહન હંકારતા અકસ્માત સર્જ્યો હતો. ત્યારે હવે આ મામલે પોલીસ સાબદી બની છે અને કડકાઈ દાખવવામાં આવી રહી છે. પોલીસે શરુ કરેલી ડ્રાઈવમાં અમદાવાદથી 24 કલાકની અંદર જોખમી રીતે વાહન હંકારતા 119 પકડાયા છે.
આ સાથે ઓવરસ્પીડ અને પીધેલી હાલતમાં વાહનો ચલાવતા 57ને પકડી પાડવામાં આવ્યા છે. ખાસ કરીને એસજી હાઈવે, સિંધુ ભવન, સીજી રોડ, આશ્રમ રોડ સહીતના વિવિધ વિસ્તારો તેમજ રીંગરોડ પર ડ્રાઈવ શરુ કરાઈ છે. ત્યારે આ મામલે પોલીસે સધન તપાસ હાથ ધરી છે.
મોટી સંખ્યામાં લોકો જે જગ્યા પર ભેગા થતા હોય છે તેવી જગ્યાઓ પણ બંધ કરાવવામાં આવી હતી. ત્યારે પોલીસની આ ડ્રાઈવ આગામી દિવસો પણ ચાલું રહેશે.