અમદાવાદના ગાયકવાડ હવેલીએ સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરી દીધો અને જેમાં ભોગ બનનારને ગંભીર ઇજા પહોંચી છે.ઉલ્લેખનીય છે કે જમાલપુર શાકમાર્કેટ પાસે આવેલ કરિયાણાની દુકાનમાં એક વ્યક્તિ ૧૦ રૂપિયાની પાણીની બોટલ લીધી હતી અને જેને પાણી પીને રુપિયા પછી આપવાની વાત કરી હતી જેથી કરિયાણાની દુકાનનો માલિક આશીષ ગુપ્તા ઉશ્કેરાઈ ગયો અને છરી વડે હુમલો કરી દીધો હતો.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૨૪,૨૯૪(બી) અને જીપીએ એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. નજીવી બાબતે યુવક ઉપર છરી વડે થયેલા હુમલાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી