કુબેરનગર વોર્ડ નં-૧૪ મા ગણા સમય થી પાણીની સમસ્યા છે.જેમ કે નહેરુનગર ઠાકોરવાસ અને આજુ બાજુ ના ઘણા વિસ્તાર માં પીવાના પાણીની સમસ્યા છે વારમ વાર સ્થાનિક લોકોએ પાણીની સમસ્યાની અરજીઓ કરેલ છે.
તેમ છતાં મુનિ.કોર્પોરેશન ઊંઘી રહ્યા છે અને કોઈપણ અરજી ની નોંધ નથી લઈ રહ્યા.લોકો ની સમસ્યા માટે આમ આદમી પાર્ટી નો સંપર્ક કરવામાં આવ્યો જેમાં નરેશભાઈ સુંદરવા અને આમ આદમી પાર્ટી ના સહ સંગઠન મંત્રી ગીતાબેન સુંદરવા અને એમની ટીમ સહિત સ્થાનિક લોકો ને લઈ ને કુબેરનગર મુનિ. કોર્પોરેશન રજૂઆત કરવા ગયા પણ ત્યાં કોઈ પણ અધિકારી હાજર નહતા,
તે દમિયાન ત્યાં રૂબરૂ જોવા મળ્યું કે પાણીની ટાંકી ની મેન પાઈપ ફાટેલ હતી અને તેમાંથી હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું હતું અને ત્યાંના સ્થાનિકો ને પૂછવામાં આવ્યું તો સ્થાનિકો એ જણાવ્યું કે આ તો રોજનું આટલું પાણી વડફાઈ રહ્યું છે ,
એક તરફ લોકોને પીવાના પાણીની અછત પડી રહી છે અને ત્યાં મુનિ. કોર્પોરેશન એ બાબતે કઈ પણ નોંધ લેતા નથી .