June 22, 2026
ગુજરાતદેશ

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

બેંક ઓફ બરોડા ઉપરાંત, પંજાબ નેશનલ બેંક  ઓરિએન્ટલ બેંક કોમર્શિયલ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાની તે જૂની ચેકબુક અને IFSC/ MICR કોડમાં પણ ફેરફાર કરી રહી છે.જો કે દરેક બેન્કોના જુના કોડ 31 માર્ચ સુધી કામ કરશે. આ પછી, તમારે બેંક તરફથી એક નવો કોડ અને ચેકબુક લેવી પડશે.આ માહિતી PNBએ ટ્વીટ કરવામાં આવી છે.

૩૧ માર્ચ બાદ નહીં કરી શકો પૈસાનું ઓનલાઈન ટ્રાન્સફર IFSC કોડ બદલ્યા પછી ગ્રાહકો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. બેંક ઓફ બરોડા એ આ માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા આપી છે અને કહ્યું છે કે વિજયા અને દેના બેંક ના IFSC કોડ બંધ કરવામાં આવશે. બેન્કનાં દરેક ગ્રાહકોને તેની તકેદારી રાખવી.

આ રીતે મેળવો નવો IFSC કોડ

બેન્ક પાસેથી નવો IFSC કોડ મેળવવા માટે તમે તમારા નજીકની કોઈ બેંકની શાખાની મુલાકાત લઈને નવો IFSC કોડ મેળવી શકો છો અથવા ટોલ ફ્રી નંબર 18002581700 પર એક ફોન કરીને તમે પણ જાણી શકો છો. આ સિવાય તમે મેસેજ કરીને પણ નવો કોડ મેળવી શકો છો. આ માટે, તમારે સંદેશમાં લખવું પડશે ‘MIGR<સ્પેસ> જૂના ખાતાના નંબરના છેલ્લા 4 અંકો’ હવે આ મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 8422009988 પર મોકલો. જો તમે આ કરશો તો તમે એક દમ સરળ રીતે પોતાનો કોડ પ્રાપ્ત કરી શકશો.

Related posts

અમદાવાદ – ગાંધીનગર પોઇન્ટ બસ સેવા શરૂ

Ahmedabad Samay

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણીના વિજેતાઓના નામ જાહેર કરાયા

Ahmedabad Samay

જબલપુર ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માતા-બાળકની હૃદયદ્રાવક તસ્વીર અસલી છે કે નકલી? જાણો શું છે સત્ય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો