September 21, 2026
ગુજરાત

એકતા એજ લક્ષ સંગઠન દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું

આપણે આઝાદ થયા અનેક વર્ષો થયા છતાં પણ આપણે આપણા વારસાને આઝાદ નથી કરાવી શક્યા કેમકે જે લોકોએ ભારત દેશ ઉપર આક્રમણ કર્યા ભારત દેશને ગુલામ બનાવ્યો દેશ ઉપર જબરન શાસન કર્યું તે સમયની આ દેશની એકમાત્ર સંસ્કૃતિ એટલે કે સનાતન સંસ્કૃતિ હિંદુ ધર્મ નષ્ટ કરવાના પ્રયત્નો થયા હાલ ભારત દેશ એક લોકશાહી દેશ છે પરંતુ આ દેશના હિન્દુ પોતાનો હક માંગી રહ્યા છે ખરા અર્થમાં આ દેશની સંસ્કૃતિ અને વારસો જે હતો તે પાછો માંગી રહ્યા છે.

અમદાવાદનું નામ કર્ણાવતી હતું કર્ણદેવ વાઘેલા એ વસાવેલું સુંદર નગરી હતી જે લોકો સ્વતંત્ર અને મુક્તપણે પોતાના ધર્મનું પાલન પ્રચાર-પ્રસાર કરી શકતા હતા પોતાની ઇચ્છાનુસાર મુક્તપણે વિહાર કરી શકતા હતા વેપાર કરી શકતા હતા ત્યારબાદ અહમદશાહ કર્ણાવતી ઉપર ચડાઈ કરી અને ત્યારબાદ તેમનું રાજ્ય સ્થાપ્યું અને પોતાના નામે નગરને વસાવ્યું અહમદશાહ ના રાજ માં સનાતની હિન્દુ ગુલામ થઈને રહી ગયા હતા આજે પણ એ અમદાવાદ નામ તે ગુલામી નો અહેસાસ કરાવે છે

એકતા એજ લક્ષ સંગઠન ગુજરાત સમગ્ર ગુજરાતની શાન એવા કર્ણાવતી (અમદાવાદ) ને ખરેખર પોતાનું સાચું નામ મળે તે માટે એકતા એજ લક્ષ સંગઠન નાં અમદાવાદ શહેર અધ્યક્ષ જ્વાલા સિંહ રાઠોડ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપેલ છે.

કર્ણાવતી નામથી પુનઃસ્થાપના થાય એવી એક્તા એજ લક્ષ સંગઠન ની માંગ છે 18 વરણ એક સાથે હિંદુત્વ માટે ના નારા સાથે  આ માંગ કરી હતી.

Related posts

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા વરસાદમાં બ્રિજની આયુષ્ય વધારવા માટે એન્ટી કાર્બોનેશન પેઇન્ટ અને મુખ્ય સ્પાનમાં ડેકોરેટિવ પેઇન્ટ કરવામાં આવશે

Ahmedabad Samay

વધુ પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવ્યો

Ahmedabad Samay

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

હવામાન વિશ્લેષક જણાવ્યા અનુસાર, ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની આગાહી, કાલે શાળાઓમા રજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો