September 25, 2026
ગુજરાત

સ્કાય ડાઇનિંગની મજા માણો હવે ગુજરાતના રાજકોટમાં

ગુજરાતની ફર્સ્ટ એડવેન્ચર રેસ્ટોરન્ટ આજથી રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. જેમાં હવામાં રહીને મોકટેલ અને ડિનરની મજા માણી શકો છો.

સ્કાય  ડાઈનિંગમાં અલગ-અલગ સેશન દરમિયાન ખાવાનો આનંદ લઈ શકો છો. મેજિકલ મોકટેલ સેશન માટે તમારે 1,499 રૂપિયા ચૂકવવા પડશે. જેનો સમય સાંજે 5:15 થી 5:45ની વચ્ચેનો રહેશે. જ્યારે 8:15 થી 9:15 વાગ્યા સુધી સ્કાઈ ડાઈનિંગની મજા માણવા માટે તમારે 2,499 રૂપિયા ચૂકવવા પડશે.

જો સૂર્યાસ્તની સાથે મૉકટેલની મજા માણવા માંગો છો, તો આ સેશન માટે પ્રતિ વ્યક્તિ તમારે 1,499 રૂપિયા ચૂકવવા પડશે. આ સેશનનો સમય સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચેનું રહેશે. જો રાત્રે તારાઓની વચ્ચે ડિનર માણવાની ઈચ્છા છે, તો આ માટે તમારે 1,499 રૂપિયા ચૂકવવા પડશે. જેનો સમય રાત્રે 9:45 થી 10:15ની વચ્ચેનો રહેશે.

                 સ્કાય ડાઈનિંગ ની વિશેષતા

કોઈ એક સેશનના સમય દરમિયાન વધુમાં વધુ 22 લોકો એક સાથે બેસી શકે છે. સ્કાય ડાઈનિંગનું સ્ટ્રક્ચર એક હાઈ ક્વાલિટી પ્લેટફોર્મ છે. જેમાં ટેબલની ચારો તરફ 22 લોકોના બેસવાની વ્યવસ્થા છે. આ તમામ આરામ દાયક સીટોને વિમાનમાં હોય, તેવા સીટ બેલ્ટ દ્વારા સુરક્ષિત છે. જે 180 ડિગ્રી ફરી શકે છે. જો કે કોઈ મોટા ગ્રુપમાં જાવ, તો અલગ-અલગ સેશનમાં 350થી વધુ લોકો તેનો આનંદ ઉઠાવી શકે છે. આ સાથે જ મુલાકાતીઓ માટે રેસ્ટરૂમની પણ વ્યવસ્થા હશે.

 જો સ્કાઈ  ડાઈનિંગ દરમિયાન તમારા માથા ઉપર છત રાખવા માંગશો, તો તેની પણ વ્યસ્થા કરવામાં આવશે. આટલું જ નહીં, જો સ્કાય રેસ્ટોરન્ટમાં ઠંડીનો ચમકારો અનુભવાય, તો ત્યાં ઈન્ફ્રા રેડ ટેક્નિકની મદદથી ગરમી પેદા કરવાની પણ વ્યવસ્થા હશે.

Related posts

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

Ahmedabad Samay

રાત્રિ કર્ફ્યૂના સમય પણ દ્યટાડીને રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા બાપુનગરની શ્રીજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

રથયાત્રાને લઇ ચાલતી અટકળોનો આવ્યો અંત,શરતો આધીન રથયાત્રા નીકળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો