ગુજરાતમાં કોરોના હળવુ થતાં ટૂંક સમયમાં રાજય સરકાર દ્વારા ૩૬ શહેરમાં નિયંત્રણમાં રાહત આપી શકે છે.રાત્રી કર્ફ્યૂના સમયમાં ઘટાડીને સમય ૧૦ વાગ્યા સુધીની મળી શકે છે છૂટછાટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં દ્યટાડો નોંધાઈ રહ્યો છે. દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવે સરકાર પણ આ મામલે મહત્વનો નિર્ણય લઈ શકે છે.
રાત્રિ કર્ફ્યૂના સમયમાં થઈ શકે ફેરફાર
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજયમાં ૩૬ શહેરમાં નિયંત્રણમાં રાજય સરકાર વધુ છૂટછાટ આપી શકે છે. તો રાત્રિ કર્ફ્યૂના સમય પણ દ્યટાડીને રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.