આ વર્ષે કોરોના સંક્રમણ વધતું હોવાથી કેન્દ્ર સરકારની ગાઇડ લાઈન મુજબ ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ હોવાને કારણે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહિ યોજાય.
આ વર્ષે કાંકરિયા કાર્નિવલ પર પ્રતિબંધની જાહેરાત કરતા અમદાવાદના મેયર બિજલ પટેલે જણાવ્યું કે દુનિયા, દેશ અને શહેરમાં કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારના કાયદા અનુસાર એક જગ્યા પર મર્યાદિત સંખ્યા કરતાં વધારે લોકો ભેગા થાય તે હિતાવહ નથી. શહેરીજનોની સુરક્ષા તેમજ સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કાર્નિવલ નહિ યોજવા પર આ વર્ષે ૦૫ થી ૦૭ કરોડનો ખર્ચ બચી જશે