September 22, 2026
ગુજરાત

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

કોરોના ની બીજી લહેર માટે નેતાઓ જ જવાબદાર છે એ પછી ભાજપ, કોંગ્રેસ કે પછી અન્ય કોઈ પાર્ટીના જ કેમ ન હોય. જનતાએ જાગવાની જરૂર છે નેતાઓ એ ચૂંટણી લડવાનું આવ્યું તો ઇલેક્શન આવતા આવતા તમામ છૂટ છાટ આપી ધીધી અને મોટી મોટી રેલીઓ કાઠી મોટી મોટી સભાઓ ભરી અને બાકી રહી ગયું તો જીત મેળવ્યા બાદ વિજય રેલી કાઢી પણ નેતાઓ એટલા સ્વાર્થી થઈ ગયા કે પોતાની સત્તા મેળવવા માટે જનતાને ભોગ બનાવ્યો.

શુ કોરોના ઇલેક્શન પહેલા અચાનક જ ગાયબ થઈ ગયો હતો અને ઇલેક્શન પત્યા બાદ ફરી ઉછાળો માર્યો ? આ માં એકલું ભાજપ જ નહીં તમામે તમામ નેતાઓ જવાબદાર છે તમામ પાર્ટીના નેતાઓ જવાબદાર છે કારણે કે વિરુદ્ધ પાર્ટીઓ એ પણ પોતાના પોલિટિકલ રોટલા સેકવા માટે ચુપ્પી સાધી લીધી હતી કાતો બધી પાર્ટીના નેતાઓ એ અંદરો અંદર વહીવટ કરી નાખ્યો હતો. કેમ કોઈપણ પક્ષના નેતાએ કે ચૂંટણી પંચે તે સમયે કોરોના કાળ ના લીધે ચૂંટણી પાછી ઠેલવવાની વાત ન મૂકી અને હવે ચૂંટણી બાદ અચાનક કોરોના વધ્યો ?

કરફ્યુ વધાર્યા બાદ ભોગ તો આમ જનતાનો લેેવાયો છે લોકડાઉન ખુલ્યા બાદ માણ ધંધો સારો ચાલવા લાગ્યો કે સરકારે તેમના મરજી મુજબ રાત્રીના ૦૯ થી ૦૬ વાગ્યા સુધી કરફ્યુ લાગુ કર્યું નેતાઓને તો શું ખાલી આદેશ કરી દીધું પણ તેમને આમ જનતાનું વિચાર્યું કે તેમનું શુ થશે ? હોટેલો અને ખાણી પીણી નો ધંધો કરતા લોકો પર શુ વીતશે ? તેમનું ઘર કોણ ચલાવશે ? મન ફાવે તેમ તાનાશાહી રાજ ચલાવે છે.

જનતા ને માસ્ક ન પહેરે તો ૧૦૦૦રૂ. દંડ અને નેતાઓ રેલીમાં અને સભાઓમાં માસ્ક વિના ફરે તો ચાલે કાયદા ફક્ત આમ જનતા માટે, શું ભગવાન શિવે નેતાઓ ને અમૃત પીવડાવ્યું કે ભગવાને કોરોના ન થવાનો વરદાન આપ્યું છે .
જો ખરેખર કોરોના ફેલાયો છે તો નેતાઓ ને કોરોના ફેલાવાના ગુન્હામાં દંડ ફટકારવો જોઈએ અને જો કોરોના ના કારણે ફરજીયાત પણ બંધ જ કરવું પડે તેમ હોય તો ધંધા રોજગાર વાળા ને તેઓ દિવસમાં જેટલુ કમાય છે તેટલા પૈસા ચૂકવવા જોઈએ અને નોકરિયાત કરતા લોકોને તેમની દિવસની હાજરી ચૂકવવી જોઈએ.

તાનાશાહી રાજ સામે જનતા રોષે ભરાઇ છે ૬૦-૭૦% પ્રજા બસ અને બી.આર. ટી.એસ માં સફર કરેછે તો હવે તે પ્રજાએ ક્યાં જવું સ્કુલ, કોલેજ,
જીમ, બાગ બગીચા, મોલ, થિયેટર અને રાત્રી કરફ્યુ ૦૯ થી સવારના ૦૬ વાગ્યા સુધી રાતો રાત આ બધા નિયમો થી આમ જનતાને જ ભોગવવું પડી રહ્યું છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારની તાનાશાહી ફક્ત કોરોના પૂરતી જ નહીં પણ અન્ય કાયદા ઓ પણ પોતાની તાનાશાહી મુજબ ચલાવે છે થોડાક વર્ષ પહેલાં હેલ્મેટ પહેરવાનું ફરજીયાત કરી જનતા પાસે થી મોટા મોટા દંડ વસુલયા અને પછી શહેરી વિસ્તારમાં મરજિયાત કરીનાંખ્યું તો હવે ફરીથી હેલ્મેટ પહેરવું ફરજીયાત કરી નાખ્યું શુ હવે એક્સિડન્ટ પણ સરકારના કહેવા પ્રમાણે થાય છે ?

(વિશાલ પાટનકર)

Related posts

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

વધાની ખુશ્બુ અને પ્રતિમા એજ્યુકેશન દ્વારા આજ રોજ ડીઝીટલ દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

યોર ઓનરની બીજી વેબ સિરીઝ આવી રહી છે ટૂંક સમયમાં

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

AAP નો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો, દારૂના અડ્ડા બંધ થશે કે બંધબારણે સેટિંગમાં બેસસે

Ahmedabad Samay

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો