August 8, 2026
રાજકારણદેશ

અરુણ ગોવિલે ભગવો ધારણ કર્યો, રામાયણ માં શ્રી રામ બનેલા અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

મશહૂર  અભિનેતા અરુણ ગોવિલ ભાજપમાં સામેલ થઇ ગયા છે. રામાનંદ સાગરના સીરિયલ ‘રામાયણ’માં તેમણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની સભ્યતા મેળવી છે.

ભાજપમાં સામેલ થયા પછી અરુણ ગોવિલે જણાવ્યું કે આ સમયે આપણી જે ફરજ છે, તેને કરવી જોઇએ. મને આજ પહેલા રાજકારણ સમજાયું નહોતું, પરંતુ મોદીજીએ દેશને સંભાળ્યો ત્યારથી દેશની દશા-દિશા બદલાઈ ગઈ છે. મારા હૃદય અને મગજમાં જે થાય છે તે કરું છું.

5 રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી વચ્ચે અરુણ ગોવિલની ભાજપમાં એન્ટ્રી ખાસ માનવામાં આવી રહી છે. જોકે પાર્ટીમાં અરુણ ગોવિલની જવાબદારી શું હશે, તે હજુ સ્પષ્ટ નથી. અનુમાન છે કે ગોવિલ ભાજપની સભ્યતા ધારણ કર્યા પછી વિધાનસભા ચૂંટણી લડી શકે છે, જોકે આ અંગે પાર્ટી અથવા પોતે ગોવિલ તરફથી કોઇ નિવેદન સામે નથી આવ્યું

Related posts

દેશમાં પ્‍લાસ્‍ટિક નોટો ટૂંક સમયમાં જોવા મળી શકે છે

Ahmedabad Samay

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

યુપીના મુખ્ય મંત્રી યોગી અદિત્યનાથનો ડંકો અમેરિકામાં વાગ્યો, અમેરિકામાં યોગી મોડલ ચર્ચામાં

Ahmedabad Samay

લોકસભામાં આજે 35 સરકારી સુધારાઓ સાથે ફાઈનાન્સ બિલ 2025ને મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો