August 7, 2026
રમતગમત

ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં 14 રનથી શાનદાર જીત મેળવી

ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં 14 રનથી શાનદાર જીત મેળવી છે. 182 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા શ્રીલંકા લિજેન્ડની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 167 રન બનાવી શકી હતી. સનથ જયસુર્યાએ 35 બોલમાં 43 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે 2-2 વિકેટ ઝડપી હતી. મનપ્રિત ગોની અને મુનાફ પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.

ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકાને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈન્ડિયા લિજેન્ડસ તરફથી તોફાની બેટિંગ કરતા યુસુફ પઠાણે 36 બોલમાં અણનમ 62 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 5 સિક્સર ફટકારી હતી. .

 

યુવરાજ સિંહે 41 બોલમાં 60 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે 23 બોલમાં 30 રન બનાવ્યા હતા. વિરેંદ્ર સહેવાગ માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી રંગના હેરથ, સનથ જયસુર્યા, મહારુફ અને કૌશલ્યા વિરારત્નેએ 1-1 વિકેટ ઝડપી હતી.

Related posts

વેંકટેશની સદી પર ભારે પડી ઇશાન કિશનની અડધી સદી, મુંબઇએ કોલકત્તાને પાંચ વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

WPL 2023: વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાતને 143 રનથી હરાવ્યું

Ahmedabad Samay

WTC 2023 ફાઈનલ: ઓવલ ગ્રાઉન્ડ, ઓસ્ટ્રેલિયા સામે મેચ અને ખરાબ રેકોર્ડ… ટીમ ઈન્ડિયા માટે આ સંકેતો સારા નથી

Ahmedabad Samay

25 વર્ષીય ગુરવિંદર સિંહે પુરુષોની 100 મીટર દોડની ફાઇનલમાં અદ્ભુત 10.09 સેકન્ડનો સમયમાં પૂર્ણ કરી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ઇતિહાસમાં સૌથી ઝડપી ભારતીય રનર બન્યો

Ahmedabad Samay

RR vs CSK: રાજસ્થાને રચ્યો ઈતિહાસ, 15 વર્ષ પછી ચેપોકમાં CSKને હરાવ્યું; બનાવ્યો એક મોટો રેકોર્ડ

Ahmedabad Samay

ગુજરાત ટાઇટન્સે નવી જર્સી લોન્ચ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો