June 24, 2026
ગુજરાત

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ  પર પાર્કિંગ મહત્ત્વનો પ્રશ્ન છે. એરપોર્ટ જ્યાં સુધી એરપોર્ટ ઓથોરિટીના પાસે હતું ત્યાં સુધી કર્મચારીઓ માટે પાર્કિંગ  ફ્રી હતું પરંતુ ખાનગીકરણ બાદ અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ ચાર્જમાં વધારો કરાયો છે અને કર્મચારીઓ  પાસેથી પણ પાર્કિંગ નો ચાર્જ વસુલાત કરાશે,

અદાણી દ્વારા એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓ એ  તેમના પગારમાંથી અદાણીને હવે પાર્કિંગના પૈસા આપવા પડશે, ટુ વહીલર પાસેથી વાર્ષિક ૩૦૦૦રૂ જ્યારે ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ વસુલવામાં આવશે જેને લઈને એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓ ના ખુશ દેખાઈ રહ્યા છે

કર્મચારીઓ પ્રમાણે જો અમે નોકરી પર આવીશું તો પોતાનું સાધન તો લવાના જ છીયેને અમે અહીં નોકરી  કરીએ છીએ ફરવા નથી આવતા તો કર્મચારીઓ પાસેથી પાર્કિંગના પૈસા વસુલ કરાય છે,

અદાણીનો પાર્કીંગ ચાર્જ આ પ્રમાણે રહેશે.

૩૦ મિનિટ સુધી બસ પાર્ક કરવાના કરવાના ૫૦૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. બે કલાક સુધી પાર્ક કરવા માટે ૮૦૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૩ હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

 

મિની બસ માટે ૩૦ મિનિટના ૩૦૦ રૂપિયા, બે કલાકના ૫૦૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૧,૮૭૫ જેટલો ચાર્જ ચૂકવવો પડશે.

પ્રાઇવેટ કારના ૩૦ મિનિટ માટે ૯૦ રૂપિયા, બે કલાકના ૧૫૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૧૯૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

કાર્ગો માટે આવતા વાહનો માટે પણ પાર્કિંગના નવા ભાવ અમલી બનશે. ચાર કલાક ઓટો પાર્કિંગ કરવામાં માટે ૧૫૦ રૂપિયા અને ૨૪ કલાક માટે ૧૧૫૦ રૂપિયા ચૂકવવા પડશે.

ટ્રક ચાર કલાક પાર્ક કરવા માટે ૨૦૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૧,૨૦૦ ચૂકવવા પડશે.

ટુ-વ્હીલર પાર્ક કરવા માટે ૪ કલાકના ૧૦૦ રૂપિયા જ્યારે ૨૪ કલાક પાર્ક કરવા માટે ૬૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

પહેલી એપ્રિલથી લાગૂ થનારા ભાવ પ્રત્યે કર્મમચારી, કાર્ગો એજન્ટો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જ્યારે અદાણી ગ્રુપનું કહેવું છે કે આ  પાર્કિંગ ચાર્જમાં વધારો થવાની સાથે સાથે સુવિધા પણ વધારવામાં આવશે. વાહન પાર્કિંગ એરિયામાં સુરક્ષા વધારો કરાશે. આ ઉપરાંત પાર્કિંગની સાફ-સફાઈ કરવામાં આવશે. ઓટો પાર્કિંગ માટે આરસીસી પાર્કિંગ તૈયાર કરાશે. અહીં બેસવા માટે સેડ પણ તૈયાર કરશે. આ ઉપરાંત એરપોર્ટ પર વાહન ક્યારે આવ્યું અને ક્યારે નીકળ્યું તેનો રેકોર્ડ ૬ મહિના સુધી સાચવી રાખવામાં આવશે.

એરપોર્ટ ઓથરીટીના પાસે એરપોર્ટ હતું ત્યારે પણ આ તમામ સુવિધાઓ તો ઉપલબ્ધ હતીજ તેમાં નવું કંઈજ નથી ફક્ત ગાડીઓ નું રેકોર્ડ ઉમેરાયું છે જે કોઈ કામનું નથી.

Related posts

અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો રૂટ, સમય અને ટિકિટનો દર

Ahmedabad Samay

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજી વિચારોનું આદાન-પ્રદાન કર્યું

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

અમદાવાદ: 25,000 રૂપિયાનો દંડ ચૂકવો અથવા 2,500 રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે 10 વૃક્ષોનું જતન કરો

Ahmedabad Samay

ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો