August 7, 2026
ગુજરાત

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં આવેલ કુંભાજી ની ચાલીમાં બોલાચાલી થતા બેને ચાકુના ઝીંકી નાખ્યા

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં મારામારી ના કિસ્સામાં વધારો થવા લાગ્યો છે લુખ્ખા તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે

ગત મોડી રાત્રે બે મારા મારી ના બનાવ બનવા પામ્યા છે જે માં કુંભાજીની ચાલીમાં ૪ લુખ્ખા તત્વોએ ૦૨ ભાઈઓને ચાકુના ઘા ઝીંકી નાખ્યા જેને લીધે બને ભાઈઓ ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોકરી થી છૂટીને  સાતેક વાગ્યાના સુમારે ચાલીના નાકે આવેલ  દુકાનેથી પરત ઘરે આવતો હતો ત્યારે ચાલીના નાકે ચાલીમાં રહેતો આકાશ  સાહની તથા તેનો મિત્ર પંકજ  નિશાદ બને  ચાલીના નાકે ઉભા હતા અને આકાશ સાહનીએ રવીન્દ્રને કહેવા લાગેલ કે ‘ તુ ચાલી નો દાદા થઇ ગયેલ છે’ તેમ કહી બોલા ચાલી ઝઘડો કરેલ જે વાત  તેના ભાઈને તે તેના ભાઈ રવિંદર સાથે  ચાલીમાં રહેતા આકાશ સાહની ના ઘર આગળ ગયેલા તે વખતે આકાશ ના મિત્રો પંકજ નિશાદ તથા રોહન રાજપુત તથા રાજેશ  સાહની પણ ત્યાં હાજર હતો

તે સમયે રવિન્દ્ર અને તેનો ભાઈ તેમને સમજાવતો હતો તે વખતે આકાશ કહેવા લાગેલકે “તમે કેમ અહી આવ્યા છો અહીથી જતો રહો” તેમ કહી ગંદી બિભત્સ ગાળો બોલવા લાગેલ જેથી રવિંદરએ ગાળો બોલવાની ના પાડતા આકાશના મિત્રે બંન્ને ભાઇને ગડદા પાટુ અને ફેટોનો માર મારવા લાગયો હતો અને તેટલામાં  આકાશના મિત્ર પંકજ નિશાદ અને રાજેશ સાહની  એ રવિન્દ્રને પકડી રાખયુ  અને આકાશે તેના પેન્ટના ખિસ્સામા થી ચાકુ કાઢી રવીન્દ્ર ને માથે ડાબી બાજુ એક ઘા મારયો અને ચાકુનો બીજો ધા ડાબા ખભા ઉપર મારી દિધેલ તે વખતે પવન  સાહની  છોડાવવા વચ્ચે પડતા “આકાશ તુ કેમ વચ્ચે પડે છે તેમ કહી તેને પણ પેટના ડાબી , બાજુના ભાગે એક ઘા મારી દિધેલ ” જેથી  ભાઇ રવિંદર અને પવનને લોહી નિકળવા લાગયુ હતું અને આ ઘટના ની જાણ થતા બુમાબુમ થતા આજુબાજુના માણસો ભેગા થઇ જતા આ ચારેય જણા ત્યાથી ભાગી ગયેલ હતા.

સમગ્ર ઘટનાની મેઘાણીનગર પોલીસને જાણ થતાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Related posts

આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ તૂટી પડ્‍યો,૧૦ લોકો મૃત્યુ પામ્યા

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી ના પાવન દિવસે 251 ફૂટ ના રાષ્ટ્ર ધ્વજ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

અમદાવાદમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

Ahmedabad Samay

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

Ahmedabad Samay

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો