July 4, 2026
Other

કોરોના મહામારી આવી ત્યારથી સખ્તાઇ પૂર્વક બધું બંધ કરવામાં આવી રહ્યું છે તો દેશી દારૂ કેમ નહિ ? ઓક્સિજન નું કામ પણ બુટલેગરો સોપો કદી અછત નહિ પડે

કોરોના કાળ આવ્યો ત્યારથી સરકાર દ્વારા લોકડાઉન લગાવ્યું હતું અને હાલ બીજી લહેરમાં ફરી થી જીવન જરૂરિયાત સિવાયના તમામ એકમો બંધ કરવામાં આવ્યુ છે પરંતુ…. આવી પરિસ્થિતિમાં પણ અમદાવાદના તમામ દેશી દારૂના અડ્ડા બંધ કરવામાં નથી ત્યારે લોકોમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે.

શું દેશી દારૂ જીવન જરૂરી એકમમાં આવે છે ? આવી પરિસ્થિતિમાં શા માટે દેશી દારૂના અડ્ડા ધબકી રહ્યા છે ?

સમગ્ર રાજ્યમાં એક તરફ ઓક્સિજનની અછત જોવા મળી રહી છે પરંતુ બુટલેગરો દેશી દારૂની અછત થવા દેતા નથી તેવામાં સોશિયલ મીડિયા એક જોક્સ ફરતો થયો છે કે
“ઓકસીજન લાવવાનું નું કામ અત્યારે બુટલેગરોને આપી દેવું જોઈએ..દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ક્યારેય માલ ખૂટવા નથી દીધો 😉😂 અને હોમ ડીલીવરી પણ કરી આપે છે”

આમતો આ ભલે જોક્સ હોય પણ ખરેખર સરકારે આ દિશામાં વિચારવું જોઈએ કારણેકેેે પ્રોહીબેશન માટે આટલા સખ્ત નિયમ હોવા છતા સંપૂર્ણ રાજ્યમાં દેશી દારૂના અડ્ડા ધમ ધમે છે બુટલેગરો પોતાના ગ્રાહકોને કદી અસંતુષ્ટ નથી થવા દેતા તો જો તેમને ઓક્સિજન માટે તમામ છૂટ આપવામાં આવે તો કદાચ તેવો ઓક્સિજનની પણ અછત નહિ થવા દે.

આટલી આકરી પરિસ્થિતિમાં પણ સમગ્ર રાજ્યમાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતા હોવાના કારણે સરકારને અને પોલીસે શરમ આવી જોઈએ અને જો ગુજરાતમાં દારૂ બંધી ન કરાવી શકતા હોયતો દારૂની પરવાનગી આપી દેવી જોઈએ જેથી સરકાર અને પોલીસ બદનામી થી તો બચી જશે.

જો આ અહેવાલ થી સહમત હોવતો જરૂર થી શેર કરજો

Related posts

આ મહિને ૪ થી ૫ રૂપિયા વધી શકે છે પેટ્રોલનો ભાવ

Ahmedabad Samay

ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

સુરત ખાતે આયોજિત કરાટે કોમ્પિટિશનમાં ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરીમાં વિજય બન્યા

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ દ્વારા હિન્દી બેલ્ટના રાજ્યોને ગૌમૂત્ર કહ્યા બદલ કોંગ્રેસ ,ઇન્ડિયા ગઠબંધન અને dmk સાંસદ નો વિરોધ કરાયો

Ahmedabad Samay

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો