September 22, 2026
દેશ

યુપીના ૨૭ જિલ્લાઓમાં ૧૧૪૦ કિ.મી.ના દાયરામાં ૨૦૦૦થી વધુ મૃતદેહો ગંગા નદીએ મળી આવી

ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાં મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવતા હોવાનું બહાર આવ્યુ છે. જાણવા મળે છે કે ગામડાઓમાં કોરોનાના કારણે લોકોના મોત થઈ રહ્યા છે અને લાકડાઓની અછત તથા અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ગંગા નદીમાં જ મૃતદેહો પ્રવાહીત કરવા મજબૂર બની રહ્યા છે. તો બીજી તરફ હવે ગંગા કિનારે રેતીમાં પણ મૃતદેહોને દફન કરવાની વાત સામે આવી રહી છે. આ દરમિયાન એક રીપોર્ટ અનુસાર યુપીના ૨૭ જિલ્લાઓમાં ૧૧૪૦ કિ.મી.ના દાયરામાં ૨૦૦૦થી વધુ મૃતદેહો પાણીની સપાટી પર મળી આવ્યા છે.

રીપોર્ટ અનુસાર કાનપુર, કન્નોજ, ઉન્નનાવ, ગાજીપુર અને બલીયામાં સ્થિતિ અત્યંત ખરાબ છે. કન્નોજમાં ગંગા કિનારે ૩૫૦થી વધુ મૃતદેહો દફન છે તો કાનપુરમાં ગંગા કિનારે અને પાણીમાં ચારેતરફ લાશો જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો લાશોને શ્વાન અને કાગડાઓ નોચી રહ્યા છે. રીપોર્ટમાં એવુ પણ કહેવાય છે કે પ્રશાસન આ લાશો પર માટી નાખવાનું કામ કરી રહેલ છે.

જ્યારે વરસાદ થશે તો રેતીમાં દબાયેલા મૃતદેહો બહાર નિકળી આવશે હવે તંત્રએ લોકોને અપીલ કરી છે કે મૃતદેહોને પાણીમાં ન વહાવે અને તેના અગ્નિસંસ્કાર કરે, માઈક દ્વારા આવી અપીલ થઈ રહી છે. પોલીસની ટીમ સતત ગંગા કિનારે પેટ્રોલીંગ કરી રહી છે. એવુ પણ કહેવાય છે કે જો કોઈ ગરીબ દાસંસ્કાર કરી ન શકે તો તેણે તંત્રને જાણ કરવાની રહેશે.

Related posts

પતિના મૃત્યુ બાદ પૂર્ણ લગ્ન કરવાથી પૂર્વ પતિના સંપત્તિમાં હવે કોઇ હક્ક નહિ રહે

Ahmedabad Samay

રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ એક નવી ઝડપી અને આધુનિક ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ લાગુ કરી,ચેક જમા કર્યા બાદ પૈસા ખાતામાં કલાકોમાં ક્રેડિટ થઈ જશે, પોઝિટિવ પે સિસ્‍ટમ પણ ફરજિયાત

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે મમતા સરકાર, બંગાળ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવ્યા હતા,જાણો સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીની 10 મોટી વાતો

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન ન કરવા પર નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો