અમદાવાદમાં કોરોનાની સારવાર માટેના બેડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ સારા પ્રમાણ માં બેડ ખાલી છે. જે નાગરિકો માટે રાહતના સમાચાર છે. શહેરમાં 2280 બેડ ખાલી છે. નાગરિકો માટે આ રાહત ના સમાચાર છે.જેમાં 477 સરકારી હોસ્પિટલના ને 1803 ખાનગી હોસ્પિટલના બેડ ખાલી છે.આઈસીના 98 અને વેન્ટિલેટર ના 4 બેડ ખાલી છે.
શહેરમાં ઓક્સિજન અને આઇસીયુ બેડ ની હાલત નીચે મુજબ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ 49 એલ.જી હોસ્પિટલમાં 29 બેડ અને શારદાબેન હોસ્પિટલ માં 31 બેડ અને વી એસ હોસ્પિટલ માં 19 બેડ ખાલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 175 ખાનગી હસ્પિટલમાં 1142 બેડ ખાલી છે. 242 નર્સિંગ હોમ માં 661 બેડ ખાલી છે.
આ ઉપરાંત 6 સિવિલ હોસ્પિટલ માં 329 બેડ ખાલી છે. Esic હોસ્પિટલમાં 20 બેડ ખાલી છે . શહેરમાં આઇસીયુ અને ઓક્સિજન ના ટોટલ 9482 બેડ છે જેમાંથી 7202 બેડ ભરાયેલા છે. જ્યારે 2280 બેડ ખાલી છે.