September 21, 2026
ગુજરાતદેશ

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ad

કોરોના વિરૂધ્ધ જંગમાં સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા વધુ એક શસ્ત્ર નિર્માણ કરશે. કોવિશીલ્ડ વેકસીન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી માંગવા માટે ભારતની ડીસીજીઆઇને અરજી આપી છે.

પૂણેમાં આવેલ કંપનીએ તપાસનું વિશ્લેષણ અને પરિક્ષણ માટે પણ મંજુરી માંગી છે. આ સમયે ડો. રેડ્ડીજ લેબોરેટ્રીઝ ભારતમાં રશિયાની સ્પુતનિક-વી રસીનું ઉત્પાદન કરી રહી છે. જો તેની મંજુરી મળી જાય છે. તો દેશમાં વેકસીનના પ્રોડકશનમાં વધુ તેજી આવશે. હાલમાં સ્પુતનિક-વીની ૩૦ લાખ ડોઝ હૈદરાબાદ પહોંચ્યા હતા.  સૂત્રના જણાવ્યા મુજબ સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ ભારતના ડીસીજીઆઇએ એક અરજી આપી. જેમાં કોરોના રસી સ્પુતનિક-વીના ભારતમાં નિર્માણની મંજુરી માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં કોવિશીલ્ડ, કોવેકસીન અને સ્પુતનિક-વીથી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યું છે.  સીરમ ઇન્સ્ટીયૂટ ઓફ ઇન્ડિયા પહેલા જ સરકારને જણાવી ચુકયું છે કે તે જૂનમાં ૧૦ કરોડ કોવિશીલ્ડ વેકસીનના ડોઝનું ઉત્પાદન કરશે. તે નોવાવેકસી રસી પણ નિર્માણ કરી રહી છે. નોવાવેકસ માટે અમેરિકા દ્વારા નિયામક સંબંધી મંજૂરી હજુ મળી નથી. ડીસીજીઆઇએ એપ્રિલમાં તેના તાત્કાલિક ઉપયોગને મંજુરી આપવામાં આવી હતી

Related posts

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

Ahmedabad Samay

ગુજરાતના વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદની આગાહી

Ahmedabad Samay

ઇતિહાસમાં પ્રથમ વખત, ફોર્મ્યુલા સીરીઝ એફ ૦૨ રેસને ભારતે જીત્યું

Ahmedabad Samay

અમદાવાદથી ટ્રેનમાં સફર કરવા પહેલા એક વાર જરૂર વાંચી જજો, કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે

Ahmedabad Samay

કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની,૪ વર્ષ,૪ મહિના, ૬ દિવસ બાદ મોદી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મહોર મારી

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો