કોરોના વિરૂધ્ધ જંગમાં સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા વધુ એક શસ્ત્ર નિર્માણ કરશે. કોવિશીલ્ડ વેકસીન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી માંગવા માટે ભારતની ડીસીજીઆઇને અરજી આપી છે.
પૂણેમાં આવેલ કંપનીએ તપાસનું વિશ્લેષણ અને પરિક્ષણ માટે પણ મંજુરી માંગી છે. આ સમયે ડો. રેડ્ડીજ લેબોરેટ્રીઝ ભારતમાં રશિયાની સ્પુતનિક-વી રસીનું ઉત્પાદન કરી રહી છે. જો તેની મંજુરી મળી જાય છે. તો દેશમાં વેકસીનના પ્રોડકશનમાં વધુ તેજી આવશે. હાલમાં સ્પુતનિક-વીની ૩૦ લાખ ડોઝ હૈદરાબાદ પહોંચ્યા હતા. સૂત્રના જણાવ્યા મુજબ સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ ભારતના ડીસીજીઆઇએ એક અરજી આપી. જેમાં કોરોના રસી સ્પુતનિક-વીના ભારતમાં નિર્માણની મંજુરી માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં કોવિશીલ્ડ, કોવેકસીન અને સ્પુતનિક-વીથી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યું છે. સીરમ ઇન્સ્ટીયૂટ ઓફ ઇન્ડિયા પહેલા જ સરકારને જણાવી ચુકયું છે કે તે જૂનમાં ૧૦ કરોડ કોવિશીલ્ડ વેકસીનના ડોઝનું ઉત્પાદન કરશે. તે નોવાવેકસી રસી પણ નિર્માણ કરી રહી છે. નોવાવેકસ માટે અમેરિકા દ્વારા નિયામક સંબંધી મંજૂરી હજુ મળી નથી. ડીસીજીઆઇએ એપ્રિલમાં તેના તાત્કાલિક ઉપયોગને મંજુરી આપવામાં આવી હતી