September 5, 2026
ગુજરાત

મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું

હોળી   અને ધૂળેટીના પર્વ નિમિત્તે  વસતા શ્રમિકો  અને અન્ય લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ (Bus Stand) પર પેસેન્જરોનો  ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પંચમહાલ, ગોધરા, દાહોદ અને સૌરાષ્ટ્ર  સહિતના વિસ્તારોમાં જવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

તહેવારની ઉજવણી કરવા માટે શ્રમિકો  મોટી સંખ્યામાં અમદાવાદથી પોતાના વતન જઈ રહ્યા છે. બસ સ્ટેશન પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભીડને પહોંચી વળવા માટે એસટી નિગમ (ST Corporation) દ્વારા અમદાવાદથી ૩૦૦થી વધુ એક્સ્ટ્રા બસો (Extra Buses) મૂકવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે 1 હજારથી વધુ ટ્રિપ (Trips) વધારવામાં આવી છે. તેમ છતાં, મુસાફરોનો ધસારો એટલો વધારે છે કે બસ સ્ટેશન પર ચારેતરફ ભીડ જોવા મળી રહી છે.

વધુ પડતા ઘસારાના  કારણે બસ સ્ટેશન પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન  કરવામાં આવી રહ્યું હોવા છતાં, મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. તંત્ર દ્વારા મુસાફરોને શાંતિ જાળવવા અને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોર કર્યું 8 સીટો કબ્જે કરી

Ahmedabad Samay

વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરાશે.

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ અદભુત પ્રદર્શન કરતા ગુજરાત ટાઈટન્સને ૫ વિકેટે પરાજય આપીને સતત બીજી વખત IPLની ચમકતી ટ્રોફી પર કબ્જો કર્યો

Ahmedabad Samay

આ સપ્તાહનો રાશિફળ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા. તા ૧૯થી ૨૫ એપ્રિલ ૨૦૨૧

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો