August 8, 2026
ગુજરાત

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

આજે ૪ જૂનથી આ નિયમ બદલાઈ રહ્યો છે. ગુજરાત સરકારે કરફ્યૂના સમયમાં કરેલા ફેરફાર મુજબ, આજથી સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી દુકાનો અને વ્યાપારિક ગતિવિધિઓ થઈ શકશે. આમ, લાંબા સમય બાદ ગુજરાતમાં વ્યાપારિક ગતિવિધિઓ થશે, અને ગુજરાતનું જનજીવન રાબેતા મુજબ ધબકતુ થશે. આ અમલ ૧૧ જૂન સુધી રહેશે.

બે દિવસ અગાઉ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે, રાજયના ૩૬ શહેરોમાં તમામ  દુકાનો વાણિજિયક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.૪ જૂનથી સવારે ૯ વાગ્યા થી સાંજે ૬  વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી થઈ શકશે.

રાજયમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ ૩૬ શહેરોમાં ૪  જૂન થી  ૧૧ જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.

Related posts

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

માત્ર ‘બલવંત રાય’ કે ‘કાત્યા’ જ નહીં, સની દેઓલે આ કલાકારો સાથે પણ બાથ ભીડી, કોઈને ‘ઘાયલ’ કર્યા તો કોઈ માટે ‘ઘાતક’ બન્યા

Ahmedabad Samay

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

રાઈઝીંગ ઈન્ડીયા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વોકલ ફોર લોકલ અભિયાન ચલાવ્યું

Ahmedabad Samay

ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો