September 13, 2024
ગુજરાત

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

આજે ૪ જૂનથી આ નિયમ બદલાઈ રહ્યો છે. ગુજરાત સરકારે કરફ્યૂના સમયમાં કરેલા ફેરફાર મુજબ, આજથી સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી દુકાનો અને વ્યાપારિક ગતિવિધિઓ થઈ શકશે. આમ, લાંબા સમય બાદ ગુજરાતમાં વ્યાપારિક ગતિવિધિઓ થશે, અને ગુજરાતનું જનજીવન રાબેતા મુજબ ધબકતુ થશે. આ અમલ ૧૧ જૂન સુધી રહેશે.

બે દિવસ અગાઉ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે, રાજયના ૩૬ શહેરોમાં તમામ  દુકાનો વાણિજિયક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.૪ જૂનથી સવારે ૯ વાગ્યા થી સાંજે ૬  વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી થઈ શકશે.

રાજયમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ ૩૬ શહેરોમાં ૪  જૂન થી  ૧૧ જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.

Related posts

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

૪૫ હજાર લોકોને આજે રસી આપવાનો ટાર્ગેટ

Ahmedabad Samay

કમોસમી વરસાદથી ખેડૂતો સાથે ઇંટના ભઠ્ઠાનો વેપાર કરતાં લોકો પણ પરેશાન: જસદણ નજીક ૩૫થી વધુ ભઠ્ઠામાં પાણી ભરાયુ

Ahmedabad Samay

ગાંધીનગર: ઝુંડાલ સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા રિક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત

Ahmedabad Samay

ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ: રેશ્મા પટેલ

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો